Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તરપ્રદેશના લખનૌમાં પુના વાળી થઇ, HDFCની કર્મચારી કામ કરતાં જ પડી અને મોતને ભેટી

ઉત્તરપ્રદેશના લખનૌમાં પુના વાળી થઇ, HDFCની કર્મચારી કામ કરતાં જ પડી અને મોતને ભેટી

25 September, 2024 04:08 PM IST | Lucknow
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

45 વર્ષની મહિલા તેની ખુરશી પરથી પડી ગઈ અને તરત જ ત્યાં જ મૃત્યુ પામી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

સોશ્યલ મીડિયા તસવીર અને એઆઇ જનરેટેડ

સોશ્યલ મીડિયા તસવીર અને એઆઇ જનરેટેડ


ઉત્તર પ્રદેશના લખનૌમાં કામ કરતી વખતે HDFC બેંકના કર્મચારીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હોવાથી ભારે ચર્ચા ઉપડી છે. એવું કહેવાય છે કે મહિલા તેની ખુરશી પરથી પડી ગઈ અને તરત જ ત્યાં જ મૃત્યુ પામી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ કમિશનર રાધારમણ સિંહે કહ્યું કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.


દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, તેના સાથીઓએ દાવો કર્યો હતો કે સદફ કામના સખત દબાણમાં હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે. X પર આને લગતા એક સમાચાર શેર કરતી વખતે અખિલેશ યાદવે લખ્યું, "લખનૌમાં કામના દબાણ અને તણાવને કારણે HDFCની એક મહિલા કર્મચારીનું ઓફિસમાં ખુરશી પરથી પડી જવાથી મૃત્યુના સમાચાર અત્યંત ચિંતાજનક છે.




સપાના વડાએ કહ્યું કે, "ભાજપ સરકારની નિષ્ફળ આર્થિક નીતિઓને કારણે કંપનીઓનો કારોબાર એટલો ઘટી ગયો છે કે તેઓ પોતાનો ધંધો બચાવવા માટે ઘણા ઓછા લોકોને રોજગારી આપે છે. આવા અચાનક મૃત્યુ માટે ભાજપ સરકાર જવાબદાર છે. આ સમસ્યાને દૂર કરવા માટે, કંપનીઓ અને સરકારી વિભાગોએ તાત્કાલિક સુધારા માટે સક્રિય અને અર્થપૂર્ણ પ્રયાસો કરવા જોઈએ.



EYની પુણે ઓફિસમાં લગભગ ચાર મહિના કામ કરનાર એન્ના સેબેસ્ટિયનનું જુલાઈમાં અવસાન થયું હતું. તાજેતરમાં જ, તેની માતા અનીતા ઓગસ્ટિને EY ઈન્ડિયાના ચેરમેન રાજીવ મેમાણીને પત્ર લખ્યો હતો અને કન્સલ્ટિંગ ફર્મમાં ઓવરવર્કના "ગ્લોરીફિકેશન" અંગે ચિંતા અને ચેતવણી વ્યક્ત કર્યા હતા. એન્નાના પિતાએ દાવો કર્યો હતો કે 26 વર્ષની વયે તેના વરિષ્ઠો સાથે કામના દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

એન્નાની માતાએ લખેલો કાગળ વાઇરલ થયો હતો અને તેમાં તેમણે એમ પણ લખ્યુ હતું કે એ ચાર મહિના ત્યાં કામ કરતી હતી પણ તેની અંતિમ યાત્રામાં ઑફિસનું એક પણ માણસ હાજર નહોતું રહ્યું. રાજીવ મેમાણીએ આ પત્રનો જવાબ પણ વાળ્યો હતો. જો કે તાજી અપડેટ અનુસાર ભારતની EYની ઑફિસ પાસે લેબર વેલફેર પરમિટ હતું જ નહીં. આ અંગે તપાસ ચાલી રહી છે. આ તરફ એચડીએફસી બેંકમાં કામ કરનારી 45 વર્ષની સદફના મોતને કારણે ફરી કોર્પોરેટના પ્રેશરની ચર્ચાએ વેગ પકડ્યો છે. કોર્પોરેટ કલ્ચર ટોક્સિક એટલે  કે ઝેરીલા માહોલને કર્મચારીઓને માથે મારે છે, સખત સ્પર્ધા અને સિનિયર્સના દબાણમાં લોકો પડી ભાંગે છે અને કાં તો તેમના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો ખડા થાય છે અથવા તો તેઓ આત્મહત્યા જેવું આકરું પગલું પણ લઇ લેતા હોય છે. આ બંન્ને કિસ્સામાં પુના અને લખનૌમાં કામ કરતી મહિલાઓની માનસિક સ્થિતિ અંગે હવે તાગ મેળવવો શક્ય નથી પણ બંન્નેના મોત સાથે કામનું પ્રેશર જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 04:08 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK