Haridwar Crime: બાળક ચીસો પાડતું રહ્યું. પણ બાળકની માતા અને હાજર કાકીએ ચીસોને અવગણીને તેની વારંવાર ગંગામાં ડૂબકી લગાવી હતી.
ગંગા ઘાટની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું અને તેની માતાએ જ આ કૃત્ય કર્યું હતું
- મહિલાએ સૌની વાત અવગણી હતી
- બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે
Haridwar Crime: હરિદ્વારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માટે અંધશ્રદ્ધાની હદ વટાવી હતી. તમને જણાવી દઈએ કે દિલ્હીનો એક પરિવાર 5 વર્ષના બાળક સાથે હર કી પૌરી પહોંચ્યો હતો. જ્યાં બાળકનું મોત થયું હતું. ઘટનાસ્થળે હાજર લોકોનો આરોપ છે કે બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું અને તેની માતાએ જ આ કૃત્ય કર્યું હતું.
જોકે, માહિતી મલ્ટની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ બાળકને મૃત (Haridwar Crime) જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
કઈ રીતે બાળકનું મોત થયું?
પ્રાપ્ત અહેવાલો અનુસાર બાળકના માતા-પિતા હર કી પૌરીના કિનારે મંત્રોચ્ચાર કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ જાપ જપી રહ્યા હતા. અને બાળકને વારંવાર ડૂબાડી રહ્યા હતા. બાળક ચીસો પાડતું રહ્યું. પણ બાળકની માતા અને હાજર કાકીએ ચીસોને અવગણીને તેની વારંવાર ગંગામાં ડૂબકી લગાવી હતી. જેના પરિણામે તેનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું.
એવા પણ સમાચાર (Haridwar Crime) સામે આવી રહ્યા છે કે નજીકમાં ઉભેલા લોકોએ મહિલાને આ રીતે કરવાથી રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મહિલાએ તેમની વાત અવગણી હતી. છેવટે બાળકનું મૃત્યુ થયું હતું.
હર કી પૌરી પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે બાળકના માતા-પિતા અને કાકીને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેણે જણાવ્યું કે બાળક બ્લડ કેન્સરથી પીડિત હતું અને દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહેતું હતું. તેણે જણાવ્યું કે વારંવાર ગંગામાં ડૂબકી લગાડવાને કારણે બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પરિવારને દિલ્હીથી હરિદ્વાર લઈ જનાર ટેક્સી ડ્રાઈવરનું પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે પ્રવાસની શરૂઆતથી જ બાળકની તબિયત ખરાબ જણાતી હતી અને તેઓ એવી હાલતમાં હરિદ્વાર પહોંચ્યા ત્યાં સુધીમાં બાળકની હાલત વધારે જ ખરાબ થઈ ગઈ હતી. તેમ છતાં પરિવારે બાળકની બગડતી તબિયતને સુધારવા તેને ગંગામાં નહાવાનો આગ્રહ રાખ્યો હતો.
વિડીયો વાયરલ થતાં રોષે ભરાયાં લોકો
હરિદ્વાર (Haridwar Crime)માંથી સામે આવેલા આ વીડિયોમાં એક મહિલા બાળકના મૃતદેહ સાથે બેઠેલી જોવા મળી રહી છે અને દર્શકો તેની નિંદા કરી રહ્યા છે. આ વિડિયોમાં મહિલા એમ કહેતી સાંભળી શકાય છે કે, "આ બાળક ઉભો થશે. મારી શ્રદ્ધા છે”
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ડૉક્ટરોએ બાળકને મૃત (Haridwar Crime) જાહેર કર્યું હતું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.