સોર્સિસે જણાવ્યું હતું કે જસ્ટિસ ગીતા ગોપીએ અલગ બેન્ચની રચના કરવા માટે ચીફ જસ્ટિસને આ કેસ સોંપવા માટે કોર્ટ રજિસ્ટ્રીને સૂચના આપી હતી
ગુજરાત હાઈ કોર્ટના જજે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણીથી પોતાની જાતને અલગ કરી
ગુજરાત હાઈ કોર્ટના એક જજે મોદી સરનેમ કેસમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજીની સુનાવણીમાંથી પોતાની જાતને અલગ કરી હતી. સોર્સિસે જણાવ્યું હતું કે જસ્ટિસ ગીતા ગોપીએ અલગ બેન્ચની રચના કરવા માટે ચીફ જસ્ટિસને આ કેસ સોંપવા માટે કોર્ટ રજિસ્ટ્રીને સૂચના આપી હતી. નવા જજને ફાળવતા બે દિવસ લાગી શકે છે. રાહુલે તેમને દોષી ગણાવતા ચુકાદા પર સ્ટે મૂકવાની તેમની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધા બાદ ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં બે વર્ષ જેલની સજા થયા બાદ રાહુલનું સંસદસભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.