Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેજરીવાલની હત્યાનો છે સિસોદિયાને ડર, BJP સાંસદ મનોજ તિવારીનો જણાવ્યો પ્લાન

કેજરીવાલની હત્યાનો છે સિસોદિયાને ડર, BJP સાંસદ મનોજ તિવારીનો જણાવ્યો પ્લાન

Published : 25 November, 2022 11:13 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિસોદિયાએ (Manish Sisodia) ભાજપ સાંસદ મનોજ તિવારીનું (BJP MLA Manoj Tiwari) નામ પણ લીધું અને તેના પર ષડયંત્ર રચવાનો આરોપ પણ મૂક્યો. તેમણે તિવારીની ધરપકડ કરવાની માગ કરતા ચૂંટણી પંચ અને પોલીસને ફરિયાદ કરવાની વાત પણ કરી.

મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)

Gujarat Election 2022

મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)


આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ (Manish Sisodia) કહ્યું કે પાર્ટી સંયોજક કેજરીવાલની (Arvind Kejriwal) હત્યા થઈ શકે છે. તેમણે કહ્યું કે એમસીડી (MCD) અને ગુજરાતમાં (Gujarat) હારના ડરથી ભાજપ (BJP) આ ષડયંત્ર રચી રહી છે. સિસોદિયાએ (Manish Sisodia) ભાજપ સાંસદ મનોજ તિવારીનું (BJP MLA Manoj Tiwari) નામ પણ લીધું અને તેના પર ષડયંત્ર રચવાનો આરોપ પણ મૂક્યો. તેમણે તિવારીની ધરપકડ કરવાની માગ કરતા ચૂંટણી પંચ અને પોલીસને ફરિયાદ કરવાની વાત પણ કરી.


મનીષ સિસોદિયાએ શુક્રવાર સવારે પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું, "ભાજપે કેજરીવાલને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ કોઈપણ પ્રયત્નમાં સફળ ન થયા તો કાલે મનોજ તિવારીએ એક પ્રકારની ધમકી આપી છે કે કેજરીવાલજીને. આથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહી છે. જે પ્રકારની ભાષાનો ઉપયોગ તિવારીએ કર્યો છે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બદનામ કરવાના ષડયંત્રમાં નિષ્ફળ રહેલી ભાજપ હવે હત્યાનું ષડયંત્ર રચી રહી છે. અમે આની ફરિયાદ ચૂંટણી પંચને પણ કરશું. એફઆઇઆર પણ નોંધાવશે. મનોજ તિવારીની ધરરપકડ કરવાામં આવે અને આની વિસ્તૃત તપાસ કરાવવામાં આવે. આજે કેજરીવાલ દેશમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. આથી ભાજપ ન્યૂનતમ સ્તરે ઉતરીને હત્યાનું ષડયંત્ર રચી રહી છે."



સિસોદિયાએ આ પહેલા ગુરુવારે રાતે પણ આરોપ મૂક્યો કે દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ અને નૉર્થ ઈસ્ટ દિલ્હીથી સાંસદ મનોજ તિવારીએ પોતાના ગુંડાને કેજરીવાલ હુમલો કરવા માટે કહ્યું અને આ માટે `પૂરી પ્લાનિંગ` કરવામાં આવી. સિસોદિયાએ ટ્વીટ કર્યું, "ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી વ્યાકૂળ બીજેપી અરવિંદ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહી છે. આમના સાંસદ મનોજ તિવારી પોતાના ગુંડાને અરવિંદજી પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અની સંપૂર્ણ પ્લાનિંગ પણ કરી લીધી છે. `આપ` આવી નિમ્ન રાજનીતિથી ડરતી નથી, આમની ગુંડાગર્દીનો જવાબ હવે જનતા આપશે."


હકિકતે, સિસોદિયાનું ટ્વીટ મનોજ તિવારીના તે ટ્વીટના જવાબમાં આવ્યું જે તેમણે ગુજરાતમાં પ્રચાર દરમિયાન કર્યું. તેમણે કહ્યું કે ટિકિટના વેચાણ અને સત્યેન્દ્ર જૈનનો મસાજ લેતો વીડિયો સામે આવ્યાને કારણે `આપ` કાર્યકર્તાઓમાં જેટલો આક્રોશ છે, તેને જોતા તેમને દિલ્હીના સીએમની સુરક્ષાની ચિંતા સતાવે છે. તિવારીએ લખ્યું, "અરવિંદ કેજરીવાલજીની સુરક્ષાને લઈને ચિંતામાં છું, કારણકે સતત ભ્રષ્ટાચારર, ટિકિટનું વેચાણ તેમજ જેલમાં બળાત્કારના ઓરાપી સાથે મિત્રતા તેમજ મસાજ પ્રકરણને ળઈને AAP કાર્યકર્તા તેમજ જનતા ગુસ્સામાં છે. તેમના વિધેયકની ધોલાઈ પણ થઈ છે આથી દિલ્હીના સીએમ સાથે એવું ન થાય... સજા ન્યાયાલય જ આપે."

આ પણ વાંચો : બીજેપી હોય કે કૉન્ગ્રેસ, કરોડપતિઓને જ બનાવ્યા ઉમેદવાર


મનોજ તિવારીએ સિસોદિયાના આરોપ પર કોઈ જવાબ નથી આવ્યો. જો કે, દિલ્હી ભાજપ પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે દાવો કર્યો કે કેજરીવાલ `રાજનૈતિક જગ્યા અને જનતાની સહાનુભૂતિ` મેળવવા માટે પોતાના પર હુમલાનું ષડયંત્ર રચી શકે છે. તેમણે કહ્યું, "સિસોદિયાના ટ્વીટ બાદ એ સ્પષ્ટ છે કે `આપ` વિચલિત થઈ છે. રાજનૈતિક જગ્યા અને સહાનુભૂતિ મેળવવા માટે અરવિંદ કેજરીવાલ કંઈપણ કરી શકે છે, અહીં સુધી કે પોતાના પર હુમલો પણ કરાવી શકે છે. જનતામાં `આપ`ની છબિ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે."

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 11:13 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK