કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજર (ગુજરાત અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૧ ગયા વર્ષે માર્ચમાં રાજ્ય વિધાનસભામાં મંજૂર કરાયું હતું
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સીઆરપીસીની કલમ ૧૪૪નું ઉલ્લંઘન કરી વિરોધ પ્રદર્શિત કરનારા લોકો સામે ફોજદારી ગુનો નોંધવાની સત્તા આપતા ગુજરાત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હોવાનું ગઈ કાલે અધિકારીઓએ જણાવ્યું હતું. કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજર (ગુજરાત અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૧ ગયા વર્ષે માર્ચમાં રાજ્ય વિધાનસભામાં મંજૂર કરાયું હતું. આ બિલ મુજબ સીઆરપીસીના સેક્શન ૧૪૪ હેઠળ આપવામાં આવેલા પ્રતિબંધક આદેશનું ઉલ્લંઘન આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ નોંધણીપાત્ર ગુનો લેખાશે.