Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં બાળકો માટે ઑસ્ટ્રેલિયા જેવો સોશ્યલ મીડિયા પ્રતિબંધ નહીં

ભારતમાં બાળકો માટે ઑસ્ટ્રેલિયા જેવો સોશ્યલ મીડિયા પ્રતિબંધ નહીં

Published : 08 January, 2025 12:37 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો કે અકાઉન્ટ બનાવવા માતા-પિતાની લેખિત પરવાનગી જરૂરી બનશે

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા


કેન્દ્ર સરકારે ઑસ્ટ્રેલિયાની જેમ બાળકોના સોશ્યલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ લાવવાના મુદ્દે કહ્યું છે કે આવો પ્રતિબંધ લાવવામાં નહીં આવે પણ બાળકોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવા માટે માતા-પિતાની સહમતી જરૂરી બનાવવામાં આવશે.


દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) ઍક્ટના ડ્રાફ્ટમાં આ સંદર્ભની ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્રેટરી એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે ‘બાળકોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવા માટે ઑસ્ટ્રેલિયા જેવો પ્રતિબંધ લાવવામાં નહીં આવે. જ્યાં સુધી પ્રતિબંધનો સવાલ છે ત્યાં સુધી મને નથી લાગતું કે આ મુદ્દે હજી ચર્ચા થઈ છે. મારો કહેવાનો મતલબ છે કે અમે આ વાત પર વિચાર કરીએ છીએ કે બાળકોને થતું નુકસાન કેવી રીતે રોકી શકાય અને એના માટે કયા ઉપાય કરવા જોઈએ. બાળકોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવા પર પૂર્ણ પ્રતિબંધના મુદ્દે કોઈ વાત થઈ નથી.’



કેન્દ્ર સરકારે ઑસ્ટ્રેલિયાની જેમ દેશમાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાના બદલે નવો વિચાર કર્યો છે. નવા કાયદા હેઠળ બાળકોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવા માટે સૌથી પહેલાં માતા-પિતાએ લેખિતમાં સહમતી આપવી પડશે. આ રીતે સરકાર સુનિશ્ચિત કરવા માગે છે કે બાળકો સુરક્ષિત રીતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2025 12:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK