Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચીન સહિત છ દેશોના પૅસેન્જર્સ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

ચીન સહિત છ દેશોના પૅસેન્જર્સ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

Published : 30 December, 2022 12:01 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીન, હૉન્ગકૉન્ગ, જપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલૅન્ડમાંથી આવતા પૅસેન્જર્સ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે

ટેસ્ટિંગ અને ટ્રૅકિંગનું પ્રમાણ વધ્યું : ગુરુગ્રામમાં ગઈ કાલે કોવિડ ટેસ્ટ માટે એક વ્યક્તિનાં સ્વૉબ સૅમ્પલ કલેક્ટ કરી રહેલો હેલ્થ વર્કર. કોરોનાના કેસમાં વધારો થવાના ભય વચ્ચે દેશમાં ટેસ્ટિંગ અને ટ્રૅકિંગનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત રસીકરણ કાર્યક્રમ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ટેસ્ટિંગ અને ટ્રૅકિંગનું પ્રમાણ વધ્યું : ગુરુગ્રામમાં ગઈ કાલે કોવિડ ટેસ્ટ માટે એક વ્યક્તિનાં સ્વૉબ સૅમ્પલ કલેક્ટ કરી રહેલો હેલ્થ વર્કર. કોરોનાના કેસમાં વધારો થવાના ભય વચ્ચે દેશમાં ટેસ્ટિંગ અને ટ્રૅકિંગનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત રસીકરણ કાર્યક્રમ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.


કોરોનાની નવી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ચીન, હૉન્ગકૉન્ગ, જપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલૅન્ડમાંથી આવતા પૅસેન્જર્સ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે. આ દેશોમાં કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. આરોગ્યપ્રધાને ટ્વીટ કર્યું હતું કે ‘ચીન, હૉન્ગકૉન્ગ, જપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલૅન્ડથી આવનારી વ્યક્તિઓ માટે પહેલી જાન્યુઆરી, ૨૦૨૩થી ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટનો નિયમ બનાવાયો છે. તેમણે ટ્રાવેલિંગ કરતાં પહેલાં ઍર સુવિધા પોર્ટલ પર તેમના રિપોર્ટ્સ અપલોડ કરવાના રહેશે.’


ભારતની જર્ની શરૂ કર્યાના ૭૨ કલાક પહેલાં આ ટેસ્ટ કરી હોવી જોઈએ. નોંધપાત્ર છે કે ભારતમાં આવતી તમામ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સના તમામ ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સમાંથી બે ટકાના રૅન્ડમ ટેસ્ટ્સ ઑલરેડી કરવામાં આવી રહ્યાં છે. જેમાં અનેક ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સ કોરોના પૉઝિટિવ આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2022 12:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK