નવા પ્રસ્તાવિત કાયદામાં ડિજિટલ તત્ત્વોની તપાસ ઉમેરવામાં આવી છે. ડિજિટલ ફૉરેન્સિક્સે બિનહિસાબી નાણાં શોધી કાઢવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જે લોકો તેમના વૉટ્સઍપ મેસેજથી નાણાકીય વ્યવહારને લગતા મેસેજની આપ-લે કરે છે એવા લોકો પર હવે સરકારની નજર છે અને આ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે મોબાઇલ પર વૉટ્સઍપ મેસેજને કારણે ૨૦૦ કરોડ રૂપિયાનાં બિનહિસાબી નાણાં શોધવામાં આવ્યાં હતાં.
નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ, ૨૦૨૫ રજૂ કર્યું છે જે કાનૂની જોગવાઈને મજબૂત બનાવવા માટે લોકોની ડિજિટલ સંપત્તિઓને ટ્રૅક કરવાની મંજૂરી આપે છે. અગાઉના આવકવેરા કાયદામાં ડિજિટલ સંપત્તિઓની તપાસ માટે પૂરતું કાનૂની સમર્થન મળતું નહોતું, આથી સરકારે પ્રસ્તાવિત કાયદામાં સુધારો કરીને જે છીંડાં હતાં એ પૂરી દીધાં છે.
ADVERTISEMENT
આ બિલ પર લોકસભામાં જવાબ આપતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે નવા પ્રસ્તાવિત કાયદામાં ડિજિટલ તત્ત્વોની તપાસ ઉમેરવામાં આવી છે. ડિજિટલ ફૉરેન્સિક્સે બિનહિસાબી નાણાં શોધી કાઢવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
નાણાપ્રધાને નોંધ્યું હતું કે રોકડ છુપાવવા માટે વારંવાર જે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી એ સ્થાન નક્કી કરવા ગૂગલ-મૅપ્સની હિસ્ટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેનામી મિલકતોની માલિકી સ્થાપિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

