આ નિર્ણય બાદ ફૂડ સેફ્ટી અધિકારીઓ દરેક ફૅક્ટરીમાં જઈને ગુણવત્તાની તપાસ કરશે.
પ્રતીકાત્મક તસવીર
એવરેસ્ટ તથા MDH મસાલામાં કૅન્સરજન્ય તત્ત્વો સામેલ હોવાના યુરોપિયન એજન્સીઓના રિપોર્ટ બાદ ભારત સરકારે દરેક પ્રકારના પૅક્ડ મસાલાની તપાસનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પૅક્ડ મસાલાની ગુણવત્તા ચકાસવા કહ્યું છે. વિદેશની એજન્સીઓના રિપોર્ટ બાદ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ મસાલાની ગુણવત્તા તપાસવા માટે રૂટિંગ સૅમ્પલિંગ શરૂ કર્યું. દરમ્યાન ઉત્તરાખંડના ફૂડ સેફ્ટી કમિશનર ડૉ. આર. રાજેશ કુમારે રાજ્યમાં બનતા દરેક પ્રકારના મસાલાની ચકાસણી ફરજિયાત કરી છે. આ નિર્ણય બાદ ફૂડ સેફ્ટી અધિકારીઓ દરેક ફૅક્ટરીમાં જઈને ગુણવત્તાની તપાસ કરશે.