Gorakhpur Train Derail: ટ્રેન પાટા પરથી ઊતરી જતાં થોડીવાર માટે રુટ પર ટ્રેનોની અવરજવર રોકી દેવામાં આવી હતી. ટ્રેનને ફરી સુવ્યવસ્થિત કરવામાં આવી હતી
ટ્રેન ડિરેલ થવાની પ્રતીકાત્મક તસવીર
ગુવાહાટીથી જમ્મુ જઈ રહેલી મિલિટરી સ્પેશિયલ ટ્રેન ડિરેલ થઈ હોવાના સમાચાર (Gorakhpur Train Derail) સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રે ગોરખપુરના કેન્ટ સ્ટેશન પર મિલિટરી સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી.
ટ્રેન પાટા પરથી ઊતરી જતાં થોડીવાર માટે રુટ પર ટ્રેનોની અવરજવર રોકી દેવામાં આવી હતી. ગોરખપુર-નરકટિયાગંજ રૂટ પર ટ્રેનોને આવતાં અને જતાં બંધ કરી દેવામાં આવી હતી. અત્યારે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે દુર્ઘટના (Gorakhpur Train Derail)ની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા તેમજ ટ્રેનને ફરી સુવ્યવસ્થિત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કેન્ટ સ્ટેશન યાર્ડમાં ગઈરાત્રે લગભગ 09:50 વાગ્યાની આસપાસ ટ્રેન ડિરેલ થઈ ગઈ હતી. ટ્રેન કેન્ટ સ્ટેશનની પાંચ નંબરની લાઈન પર હતી. તે ટ્રેન અહીંથી ગોરખપુર જંકશન તરફ આગળ વધી રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી.
ચાર પૈડાં જ પાટા પરથી ઊતરી ગયા
પ્રાપ્ત અહેવાલો જણાવે છે કે સિગ્નલ ફેક્ટરીની સામે એન્જિન પાસેથી બીજા કોચના ચાર પૈડાં પાટા પરથી નીચે ઊતરી ગયા હતા. જેના કારણે નરકટિયાગંજ રૂટની લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ (Gorakhpur Train Derail) કરી દેવામાં આવી હતી.
કોઈ જાનહાનિ થઈ નથી
આ મુદ્દે રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે મિલિટરી સ્પેશિયલના એક ડબ્બાના ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈપણ રીતે કોઈ નુકસાન કે જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. રેલવે અધિકારીઓની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અનેબધું થાળે પાડવાનું કામ શરૂ કરી દીધું હતું.
થોડી જ વર્મા બધુ થયું સુવ્યવસ્થિત
આ દુર્ઘટના (Gorakhpur Train Derail) થયા બાદ તરત જ સુવ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિલિટરી સ્પેશિયલ ટ્રેનના જે પૈડાં પાટા પરથી ઊતરી ગયા હતા તેઓને ફરી પાછા પાટે ચડવાયા હતા. આ કામગીરીમાં રેલવે કર્મચારીઓને થોડી જ વારમાં સફળતા મળી હતી. આ સમયગાળા દરમિયાન ગોરખપુર છપરા મુખ્ય માર્ગ પર ટ્રેનો ચાલુ રાખવામાં આવી હતી. જોકે, આ રીતે અચાનક ટ્રેનના વેગનના પૈડાં કઈ રીતે પાટા પરથી ઊતરી ગયા એનું હજી સુધી કારણ સામે આવ્યું નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મુંબઇમાં લોકલ ટ્રેન પણ ઊતરી હતી પાટા પરથી
તાજેતરમાં જ મુંબઈમાં પણ લોકલ ટ્રેન પાટા પરથી ઊતરી જવાની દુર્ઘટના સામે આવી હતી. રવિવારે બપોરે મુંબઈ સેન્ટ્રલથી કાર શેડમાં પ્રવેશતી વખતે લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. જોકે, દુર્ઘટનાને કારણે પશ્ચિમ રેલવેની સેવાઓ પ્રભાવિત થઈ હતી. તેમાં કોઈ જાનહાનિ સામે આવી નહોતી.