ગૂગલે(Google) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women`s Day)પર ખાસ ડૂડલ બનાવ્યું છે. ગૂગલના હોમ પેજ પર આ ડૂડલ (Google Doodle)આર્ટને હળવા જાંબલી રંગની થીમમાં દર્શાવવામાં આવી હતી,
નારી શક્તિ
ગૂગલ ડૂડલ
અમેરિકન ટેક કંપની ગૂગલે(Google) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women`s Day)પર ખાસ ડૂડલ બનાવ્યું છે. બુધવારે (8 માર્ચ, 2023), ગૂગલના હોમ પેજ પર આ ડૂડલ (Google Doodle)આર્ટને હળવા જાંબલી રંગની થીમમાં દર્શાવવામાં આવી હતી, જેમાં મહિલા પ્રતિનિધિત્વ અને મહિલા શક્તિની ઝલક જોવા મળે છે. સૌથી આગળ એક મહિલા પોડિયમ પરથી ભાષણ આપતી જોવા મળે છે, જ્યારે કેટલાક લોકો તેને ધ્યાનથી સાંભળી રહ્યા છે. તે જ સમયે બે મહિલાઓને તેમના બાળકોની સંભાળ લેતા મધ્યમાં રજૂ કરવામાં છે. એટલું જ નહીં આ ડૂડલમાં રેલી પ્રદર્શનથી લઈને હોસ્પિટલમાં મોરચો સંભાળી રહેલા આરોગ્ય કર્મચારીઓ સુધીની મહિલાઓને પણ દર્શાવવામાં આવી છે.
ખાસ વાત એ છે કે આ ગૂગલ ડૂડલ (Google Doodle)પર ક્લિક કરતાં જ ગૂગલ યુઝરને તે નવા પેજ પર લઈ જશે. જ્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંબંધિત તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. જેમાં મહિલા દિવસને લગતા ફોટા, સમાચાર, વીડિયો અને અન્ય વસ્તુઓ સામેલ છે. ગૂગલ વારંવાર તેના ડૂડલમાં કંઈક નવું કરે છે, તેથી આ ડૂડલ સાથે સર્જનાત્મક વસ્તુઓ પણ જોવા મળી. હોમ પેજ પર ક્લિક કર્યા પછી બીજા પેજ કે જેના પર યુઝર ઉતરશે ત્યાં મહિલાઓના હાથ આ રીતે ઉભા કરેલા ધ્વજ સાથે (સ્ક્રીનના એક છેડાથી બીજા છેડા સુધી) પસાર થતા બતાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Women’s Day:કેલિસ્થેનિક્સ વર્લ્ડ કપમાં ભારતનો ઝંડો ફરકાવવો છે મુંબઈની સૃષ્ટિને
વાસ્તવમાં, ડૂડલ એ સર્જનાત્મક કલાનો એક પ્રકાર છે. તે ગૂગલના સર્ચ એન્જિનના હોમપેજ પર દેખાય છે. તે એક પ્રકારનું સાધન પણ માનવામાં આવે છે, જેનો ઉપયોગ દેશ અને વિશ્વભરમાં વિશ્વના મહત્વપૂર્ણ મુદ્દાઓ, મુખ્ય ઐતિહાસિક ઘટનાઓ અને સામાજિક ઉજવણીના મહત્વને પ્રકાશિત કરવા માટે થાય છે. અમેરિકન ટેક કંપની સમયાંતરે ઇવેન્ટ્સ માટે આ ડૂડલ્સ ડિઝાઇન કરતી રહે છે.