અમેરિકા જવા માગતા ભારતીયો માટે સારા સમાચાર છે. અમેરિકાએ ગઈ કાલે અમુક શરતોનું પાલન થતું હોય એવા સંજોગોમાં વિઝા ઇન્ટરવ્યુની જરૂર ન હોવાનું જણાવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : અમેરિકા જવા માગતા ભારતીયો માટે સારા સમાચાર છે. અમેરિકાએ ગઈ કાલે અમુક શરતોનું પાલન થતું હોય એવા સંજોગોમાં વિઝા ઇન્ટરવ્યુની જરૂર ન હોવાનું જણાવ્યું છે. ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે અગાઉના વિઝા પર મંજૂરી મળી ગઈ હોય અથવા ડિપાર્ટમેન્ટ ઑથોરાઇઝેશન હોય એવા સંજોગોમાં નવા વિઝા માટે ઇન્ટરવ્યુ આપવાની જરૂર નથી. નવી દિલ્હીના અમેરિકાના દૂતાવાસે વધુ માહિતી માટે વેબસાઇટ જોવા જણાવ્યું છે. જોકે અમેરિકાના વિઝા ૪૮ મહિનાની અંદર પૂરા થતા હોય અને જે લોકો એને રિન્યુ કરવા માગતા હોય તેમને જ લાગુ પડશે. વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે એફ, એચ-૧, એચ-૩, એચ-૪, નૉન-બ્લેન્કેટ એલ, એમ, ઓ, પી, ક્યુ અને ઍકૅડેમિક વિઝા ધરાવનારાઓને આ વિઝા ઇન્ટરવ્યુમાંથી છૂટ આપવામાં આવી છે. ભારતીયોને વિઝા આપવામાં અમેરિકાએ ઘણા નિયમ હળવા કર્યા છે.