Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઊપજાવી કાઢેલાં નામ આપવાથી વાસ્તવિકતા બદલી ન શકાય

ઊપજાવી કાઢેલાં નામ આપવાથી વાસ્તવિકતા બદલી ન શકાય

Published : 05 April, 2023 03:01 PM | IST | Guwahati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અરુણાચલ પ્રદેશનાં ૧૧ સ્થળોનાં નામ બદલવાની ચીનની કોશિશને ફગાવતાં ભારતે આમ જણાવ્યું

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ભારતે અરુણાચલ પ્રદેશનાં ૧૧ સ્થળોનાં નામ બદલવાની ચીનની કોશિશને ફગાવી દીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રાજ્ય ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશાં રહેશે.


ચીને સોમવારે અરુણાચલ પ્રદેશમાં ૧૧ સ્થળો માટે નવાં નામોની યાદી બહાર પાડી હતી. ચીને એ રીતે આ રાજ્ય પર દાવો કરવાની વધુ એક વખત કોશિશ કરી હતી. ચીને અરુણાચલ પ્રદેશમાં સ્થળોનાં નામ બદલવાની ત્રીજી વખત કોશિશ કરી છે.



ચીન દ્વારા જે નામોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એમાં પાંચ પર્વતીય શીખર, બે જમીની વિસ્તાર, બે રેસિડેન્શ્યલ એરિયા અને બે નદીઓ સામેલ છે. ચીને આ પહેલાં ૨૦૧૭ અને ૨૦૨૧માં આ પ્રકારનાં લિસ્ટ્સ બહાર પાડ્યાં હતાં.


હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘અમે એવા રિપોર્ટ્સ જોયા છે. ચીને આવી કોશિશ કરી હોય એમ પહેલી વખત બન્યું નથી. અમે એને સંપૂર્ણપણે ફગાવી દઈએ છીએ.’

તેમણે જણાવ્યું હતું કે ‘અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશાં રહેશે. ઊપજાવી કાઢવામાં આવેલાં નામો આપવાના પ્રયાસોથી આ વાસ્તવિકતા બદલી ન શકાય.’


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2023 03:01 PM IST | Guwahati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK