સંસદ શરૂ થતા બધા વિપક્ષી દળોએ એક સૂરમાં અદાણીના મુદ્દે ચર્ચાની માગ ઊઠાવી અને હોબાળો શરૂ કરી દીધો. આ કારણસર લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
તસવીર સૌજન્ય મિડ-ડે
બિઝનેસમેન ગૌતમ અદાણીની (Gautam Adani) કંપનીઓને લઈને હિંડનબર્ગના રિપૉર્ટ પર રાજનૈતિક હોબાળો વધ્યો છે. એક તરફ આને કારણે શૅર બજારમાં અદાણી સમૂહની કંપનીઓ ગબડી રહી છે તો બીજી તરફ સંસદમાં વિપક્ષ પણ હુમલાવર છે. ગુરુવારે કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, શિવસેના, જેડીયૂ, એનસીપી અને વામદળો સહિત અનેક પાર્ટીઓએ મીટિંગ કરી. આ બેઠકમાં સંસદમાં અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના રિપૉર્ટને લઈને ચર્ચાની માગ કરવા પર સહેમતિ દર્શાવી છે. ત્યાર બાદ સંસદ શરૂ થતા બધા વિપક્ષી દળોએ એક સૂરમાં અદાણીના મુદ્દે ચર્ચાની માગ ઊઠાવી અને હોબાળો શરૂ કરી દીધો. આ કારણસર લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
કુલ 13 દળોની એકતા અદાણી ગ્રુપના શૅરમાં ઘટાડાના મુદ્દે સામે આવી છે. આ પાર્ટીઓએ હિંડનબર્ગ રિપૉર્ટને લઈને ચર્ચાની માગ કરી છે અને અદાણી સમૂહ પર ગરબડી કરવાના આરોપ મૂક્યા છે. કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં થયેલી મીટિંગમાં સપા નેતા રામગોપાલ યાદવ, આપ સાંસદ સંજય સિંહ, શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક સાંસદ હાજર હતા. સીપીઆઈ નેતા બિનૉય વિશ્વમ સહિત અનેક સાંસદોએ ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવની નૉટિસ પણ મોકલી છે. સંસદની કાર્યવાહી શરૂ થઈ તો હોબાળો મચ્યો. લોકસભાની સાથે જ રાજ્યસભાની કાર્યવાહી પણ 2 વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ.
ADVERTISEMENT
હવે વિપક્ષી દળોએ આ લડાઈ સંસદના રસ્તા સુધી લઈ જવાનો નિર્ણય લીદો છે. સદનની કાર્યવાહી સ્થગિત થયા બાદ વિપક્ષી દળોએ વિજય ચૌક પર ધરણાં આપ્યા. આ અવસરે ખડગેએ કહ્યું કે અમે ચર્ચાની માગ કરી હતી, જેના પર મંજૂરી મળી નતી. તેમણે કહ્યું કે આ દેશમાં આર્થિક ગોટાળા ચે અને આની તપાસ થવી જ જોઈએ. સીપીઆઈ સાસંદે પોતાના સ્થગન નોટિસમાં કહ્યું કે જનતાના પૈસા રિસ્ક પર છે. લોકો સામે પોતાની કમાણી ડૂબવાનું જોખમ ઊભું છે. તેમણે કહ્યું કે આ ગંભીર મામલો છે અને આના પર તત્કાળ ચર્ચા કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપની કંપનીઓનો જે હાલ છે, તેને કારણે સામાન્ય લોકોની મોટી રકમ ડૂબવાનું જોખમ પેદા થયું છે. ખાસ કરીને એલઆઈસીએ આમાં ઈન્વેસ્ટ કર્યું છે અને તેની પૂંજી ડૂબવાનું જોખમ છે. આથી સામાન્ય ઈન્વેસ્ટરોને ઊંડડો આઘાત પહોંચી શકે છે.
આ પણ વાંચો : હિંડનબર્ગના વિવાદિત અહેવાલ વચ્ચે અદાણી એન્ટરપ્રાઇઝે પાછો ખેંચ્યો FPO, જાણો વિગત
કૉંગ્રેસ સાંસદે અદાણી મામલે JPCની કરી માગ
લોકસભામાં કૉંગ્રેસ સાસંદ મણિકમ ટાગોરે પણ કાર્યસ્થગનની નોટિસ આપીને અદાણી એન્ટરપ્રાઈઝેસ મુદ્દે ચર્ચાની માગ કરી છે. કૉંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું કે અદાણી પ્રકરણ પર સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નું ગઠન થવું જોઈએ. આ સત્રમાં વિપક્ષી દળ ચીન, મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દા, કેન્દ્ર-રાજ્ય સંબંધ વગેરે પર સરકારને ઘેરી શકે છે. મનીષ તિવારીએ ચીનના મુદ્દે ચર્ચાની માગ કરતા કાર્યસ્થગન નોટિસ આપી છે. સંસદનું બજેટ સત્ર મંગળવારથી શરૂ થઈ ગયું છે. સત્રનો પહેલો ભાગ 13 ફેબ્રુઆરી સુધી રહેશે. 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી સદનની કાર્યવાહી નહીં થાય. બજેટ સત્રનો બીજો ભાગ 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે.