રાજ્યમાં સ્થાપવામાં આવેલી આ યુનિવર્સિટીને દાન આપવા માટે તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી છે.
અદાણી ફાઉન્ડેશન વતી આ દાન આપવામાં આવ્યું
અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ ગઈ કાલે તેલંગણના મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીની હૈદરાબાદમાં મુલાકાત લીધી હતી અને યંગ ઇન્ડિયા સ્કિલ્સ યુનિવર્સિટી માટે ૧૦૦ કરોડ રૂપિયાના દાનનો ચેક આપ્યો હતો. અદાણી ફાઉન્ડેશન વતી આ દાન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં સ્થાપવામાં આવેલી આ યુનિવર્સિટીને દાન આપવા માટે તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી છે.