Ganeshotsav 2024: સાહુએ પોલીસ હેલ્પલાઈન 112 પર ફોન કર્યો અને પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આયોજકોને વોલ્યૂમ ઓછું કરવા કહ્યું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશભરમાં ગણેશોત્સવ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આવતીકાલે અનંત ચતુર્થીના દિવસે બાપ્પાનું વિસર્જન (Ganeshotsav 2024) છે. જ્યારે દેશ બાપ્પાને વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે છત્તીસગઢમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ ગણેશ પંડાલમાં વાગતા લાઉડ મ્યુઝિકના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હવે આ મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં હૃદયની બિમારીથી પીડિતા એક 55 વર્ષના વ્યક્તિએ નજીકના ગણેશ પંડાલના (Ganeshotsav 2024) આયોજકો દ્વારા લાઉડ મ્યુઝિક વગાડવાના સંબંધિત થયેલા વિવાદને કારણે કથિત રીતે હેરાનગતિ કરવામાં આવ્યા બાદ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનો અહેવાલ સમાચાર એજન્સી પીઆઇટએ આપ્યો હતો.
ADVERTISEMENT
આ ઘટના અંગે સ્થાનિક પોલીસે (Ganeshotsav 2024) જણાવ્યું હતું કે “ધન્નુ લાલ સાહુ (55) નામના પીડિતાએ શનિવારે હાથખોજ વિસ્તારમાં તેના ઘરની નજીકના ગણેશ પંડાલમાંથી મોટા અવાજે સંગીત વગાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને આયોજકોને સંગીત ધીમું વગાડવાની અપીલ કરી, પરંતુ તેઓએ પીડિતની અરજીઓ સાંભળવાનો ઇનકાર કરતાં આ વાતચીત આગળ જતાં મોટા વિવાદમાં ફેરવાઇ હતી.
"પ્રાથમિક માહિતી મુજબ, ધન્નુ લાલ સાહુ અને તેમના સંબંધીઓએ શનિવારે રાત્રે તેમના ઘર નજીકના ગણપતિ પંડાલમાં મોટા અવાજે સંગીત વગાડવાનો વિરોધ (Ganeshotsav 2024) કર્યો હતો. સાહુને હાર્ટની બિમારી છે તેવું જણાવવામાં આવ્યું હોવા છતાં, પંડાલના આયોજકોએ અવાજ ઓછો કરવાની વાતને નકારી કાઢી હતી,”, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સાહુએ પોલીસ હેલ્પલાઈન 112 પર ફોન કર્યો અને પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આયોજકોને વોલ્યૂમ ઓછું કરવા કહ્યું. જોકે, એક સુસાઈડ નોટમાં (Ganeshotsav 2024) પીડિત વ્યક્તિએ દાવો કર્યો હતો કે પંડાલના આયોજકો દ્વારા તેને હેરાન કરવામાં આવ્યા હતા. “સાહુ અને ગણેશ પંડાલના આયોજકો વચ્ચે ઝઘડો ચાલુ રહ્યો, બંને પક્ષો પોલીસ સ્ટેશન પહોંચ્યા પરંતુ ફરિયાદ નોંધાવી ન હતી. રવિવારે સવારે સાહુનો મૃતદેહ તેના ઘરની છત પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. અમને સાહુ દ્વારા કથિત રીતે લખેલી એક નોંધ મળી છે જેમાં પંડાલના આયોજકને હેરાન કરવાનો આરોપ છે. અમે તેની પ્રામાણિકતા ચકાસી રહ્યા છીએ,” એમ પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ મામલે સંબંધિત કલમો હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવ સપ્ટેમ્બરના રોજ દુર્ગમાં (Ganeshotsav 2024) એક અલગ ઘટનામાં, ચાર લોકોએ ડાન્સ કરીને ગણેશ ચતુર્થીના સરઘસમાં વિક્ષેપ પડતાં આ ઘટના હિંસક બની હતી. આ ઘટનાને લગતી લડાઈમાં બીજા દિવસે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગામના વડીલોએ અગાઉ દરમિયાનગીરી કરી હતી અને તણાવ ઓછો કર્યો હતો, પરંતુ દુશ્મનાવટ વધી અને 10 સપ્ટેમ્બરે ઘાતક વળાંક લીધો હતો.