૧૮ ટકા GSTના સ્થાને કદાચ એ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે વીમા અને મેડિકલ પ્રીમિયમ પર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ઘટાડવાની માગણી કરતો પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીનો પત્ર મારી પરમિશન વિના જાહેર કરી દેવામાં આવ્યો હતો. વિપક્ષ નરેન્દ્ર મોદી સરકારને લક્ષ્ય બનાવવા તકવાદી બને છે. એવું જાણવા મળે છે કે ૨૨ ઑગસ્ટે થનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવાશે. ૧૮ ટકા GSTના સ્થાને કદાચ એ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે.