અયોધ્યામાં 26 જાન્યુઆરીના મૂકાશે મસ્જિદનો પાયો, 5 એકરમાં થશે નિર્માણ
પ્રતીકાત્મક તસવીર
શ્રીરામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલવા સુપ્રીમ કૉર્ટના નિર્ણય હેઠળ અયોધ્યામાં મળેલી પાંચ એકર જમીન પર 26 જાન્યુઆરીના નવી મસ્જિદનો પાયો રાખી શકાય છે. ઇંડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનના પ્રવક્તા અતહર હુસૈને આની આશા વ્યક્ત કરી છે. રૌનાહીમાં મળેલી પાંચ એકર જમીન પર વિશાળ મસ્જિદ બનાવવાની યોજના છે.
મુસ્લિમ પક્ષકાર આ જમીન પર ટૂંક સમયમાં જ નિર્માણ શરૂ કરી શકે છે. અતહર હુસેન પ્રમાણે 26 જાન્યુઆરીના મસ્જિદનો પાયો મૂકવામાં આવી શકે છે. આ પહેલા 19 ડિસેમ્બરના ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનની એક બેઠક બોલાવવામાં આવી છે. બેઠક લખનઉમાં થશે. કેટલાક લોકો આમાં વર્ચ્યુઅલી પણ જોડાશે. બેઠકમાં ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનના સભ્યો સિવાય મસ્જિદનો નકશો બનાવવનારા આર્કિટેક્ટ પણ સામેલ થશે.
ADVERTISEMENT
બાબરી નથી અયોધ્યામાં પ્રસ્તાવિત મસ્જિદનું નામ
ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનના પ્રવક્તા અતહર હુસૈને જણાવ્યું કે નવી મસ્જિદમાં બાબરના નામનો કોઇ ઉલ્લેખ નહીં હોય. તેનું નામ ધન્નીપુર મસ્જિદ હોઇ શકે છે. 19 ડિસેમ્બરના જ મસ્જિદનો નકશો ફાઇનલ કરવામાં આવશે અને આ વિશે મીડિયા દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે. બીજી તરફ, અયોધ્યામાં મસ્જિદ નિર્માણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રસ્તાવિત મસ્જિદના નામને લઈને હજી સ્પષ્ટતા નથી, પણ એક વાત લગભગ નક્કી છે કે પ્રસ્તાવિત મસ્જિદનું નામ બાબરી મસ્જિદ નહીં હોય. માનવામાં આવે છે કે પ્રસ્તાવિત મસ્જિદનું નામ ધન્નીપુર ગામના નામે રાખવામાં આવશે. જ્યાં આ મસ્જિદ સ્થિત છે. પ્રસ્તાવિત મસ્જિદ અને અન્ય સુવિદધાઓના પ્રભારી ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF)ના 15 સભ્યના ટ્રસ્ટે કહ્યું કે પ્રસ્તાવિત નામોની સૂચીમાં મસ્જિદ ધન્નીપુરનું નામ સૌથી ટૉપ પર છે.
સુપ્રીમ કૉર્ટના આદેશથી મળી છે આ જમીન
જણાવવાનું કે સુપ્રીમ કૉર્ટે નવેમ્બર 2019ના પોતાના આદેશમાં રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં 2.77 એકરની જગ્યા આપવાનો આદેશ આપ્યો હતો, સાથે જ કૉર્ટે યૂપી સરકારને મસ્જિદના નિર્માણ માટે વૈકલ્પિક સ્થળે પાંચ એકર જમીન આપવાનો પણ આદેશ આપ્યો હતો. આ આદેશના અનુપાલનમાં યૂપી સરકારે યૂપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બૉર્ડને આ જમીન આપી છે.

