Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > UPના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહનું નિધન

UPના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહનું નિધન

Published : 10 October, 2022 09:48 AM | Modified : 10 October, 2022 10:07 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)નું સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું.

મુલાયમ સિંહ યાદવ

RIP Mulayam Singh

મુલાયમ સિંહ યાદવ


ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)નું સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં 1 ઓક્ટોબરે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. 





મુલાયમ સિંહના નિધન બાદ સમાજવાદી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની બગડતી તબિયતની જાણ થતાં પુત્ર અખિલેશ યાદવ, ભાઈ શિવપાલ યાદવ અને પુત્રવધૂ અપર્ણા યાદવ દિલ્હી જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે ત્રણ મહિના પહેલા તેમની પત્ની સાધના ગુપ્તાનું પણ નિધન થયું હતું.

મુલાયમ સિંહ યાદવના નિધન અંગે માહિતી આપતાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે મારા આદરણીય પિતા અને દરેકના નેતા નથી રહ્યા.


55 વર્ષથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય રહેલા મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈમાં થયો હતો. તેમણે પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું. તેઓ 1967માં યુપીના જસવંત નગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખત વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમણે પોતાના રાજકીય કરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. તેઓ આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને સાત વખત ચૂંટાયા બાદ લોકસભાના સાંસદ બન્યા હતા. 1996માં તેમને સંયુક્ત મોરચાની ગઠબંધન સરકારમાં સંરક્ષણ પ્રધાન બનવાની તક પણ મળી.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2022 10:07 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK