ચંદા કોચર 1984માં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે ICICI બેંકમાં જોડાયા ત્યારે માત્ર 22 વર્ષના હતા. 47 વર્ષની ઉંમર સુધીમાં તે સીઈઓ બની ગયા હતા.
ચંદા કોચર
CBIએ શુક્રવારે ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર (Chanda Kochhar)અને તેમના પતિ દીપક કોચરની 2012 માં બેંક દ્વારા વિડિયોકોન જૂથને આપવામાં આવેલી લોનમાં કથિત છેતરપિંડી અને અનિયમિતતાના સંબંધમાં ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી, જેમાંથી 86 ટકા રકમ (લગભગ 2810 કરોડ રૂપિયા) ચૂકવવામાં આવી નથી. 2017માં આ લોન એનપીએમાં મૂકવામાં આવી હતી.
કોણ છે ચંદા ગોચર?
ચંદા કોચર 1984માં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે ICICI બેંકમાં જોડાયા ત્યારે માત્ર 22 વર્ષના હતા. 47 વર્ષની ઉંમર સુધીમાં તે સીઈઓ બની ગયા હતા. કોચર ભારતીય બેંકના વડા તરીકે પ્રથમ મહિલા છે. ચંદાએ પોતાના કાર્યકાળ દરમિયાન ઘણી અલગ-અલગ કંપનીઓને લોન આપી હતી.
ADVERTISEMENT
એક દિવસનો પગાર લાખોમાં હતો
ચંદા કોચરને બેંકિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. તેમનો એક દિવસનો પગાર લગભગ 2 લાખ રૂપિયા હતો. તેમના કાર્યકાળ દરમિયાન તેમની ગણતરી બેંકિંગ ક્ષેત્રની સૌથી શક્તિશાળી મહિલાઓમાં થતી હતી. ફોર્બ્સ મેગેઝિને તેને વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સામેલ કર્યા છે.
આ પણ વાંચો: Coronavirus: મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓની થશે તપાસ, જાણી લો આ મહત્વનો નિર્ણય
એફઆઈઆરમાં કોચર દંપતી અને ધૂતના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈએ ચંદા કોચર, તેના પતિ અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત તેમજ ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત IPC કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. FIRમાં આરોપી તરીકે માર્ચ 2018માં ચંદા કોચર પર પણ તેના પતિને આર્થિક લાભ આપવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. આરોપો બાદ, ચંદાએ ઓક્ટોબર 2018માં ICICI બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપ્યું હતું.
ધૂતે નુપાવરમાં ICICI બેંકમાંથી મળેલી લોનનું રોકાણ કર્યું હતું
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિડિયોકોન જૂથને 2012માં ICICI બેંક પાસેથી રૂ. 3,250 કરોડની લોન મળ્યા બાદ વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનો આરોપ છે. સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી. તમને જણાવી દઈએ કે મે 2020માં EDએ ચંદા કોચર અને તેમના પતિની કરોડો રૂપિયાની લોન અને તેનાથી સંબંધિત અન્ય બાબતોમાં પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ EDએ દીપક કોચરની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, 26 ઓગસ્ટ 2009ના રોજ ચંદા કોચરના કહેવા પર બેંકે VIELને 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી.
આ પણ વાંચો: કોવિડની ગતિવિધિ વધતાં શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, તમામ સેક્ટોરલ ડાઉન
બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે ચંદા કોચર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમણે ઓક્ટોબર 2018 માં ICICI બેંકના CEO તરીકે તેમની વહેલી નિવૃત્તિ પહેલાં કરારબદ્ધ જવાબદારીઓનું વચન આપ્યું હતું. હાઈકોર્ટે એ પણ ચુકાદો આપ્યો હતો કે ICICI બેંક દ્વારા કોચરની પૂર્વવર્તી સમાપ્તિ પ્રથમ દૃષ્ટિએ `માન્ય` હતી. કોર્ટે ICICI બેંક દ્વારા તેના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ કોચરને ધિરાણકર્તાના 690,000 શેરમાં વ્યવહાર કરવાથી અટકાવવા માટે દાખલ કરેલી અરજી પણ સ્વીકારી હતી, જે તેણે ઑક્ટોબર અને ડિસેમ્બર 2018 વચ્ચે સ્ટોક ઓપ્શન્સ દ્વારા હસ્તગત કરી હતી.