સીતા સોરેને લોકસભાની ચૂંટણી પૂર્વે વિધાનસભ્યપદેથી પક્ષમાંથી ગઈ કાલે રાજીનામું આપ્યું હતું
હેમંત સોરેનનાં ભાભી સીતા સોરેન
ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના વિધાનસભ્ય અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનનાં ભાભી સીતા સોરેને લોકસભાની ચૂંટણી પૂર્વે વિધાનસભ્યપદેથી પક્ષમાંથી ગઈ કાલે રાજીનામું આપ્યું હતું. જોકે ગણતરીના કલાકમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયાં હતા. JMMના વડા શિબુ સોરેનને લખેલા પત્રમાં સીતા સોરેને જણાવ્યું હતું કે પતિ દુર્ગા સોરેનના અવસાન બાદ પક્ષ દ્વારા મારા પરિવારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી હોવાથી મારે આ નિર્ણય લેવો પડ્યો છે.