Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોંગ્રેસ નેતાની લપસી જીત, કહ્યું-`પીએમ મોદીની હત્યા માટે તત્પર રહો`

કોંગ્રેસ નેતાની લપસી જીત, કહ્યું-`પીએમ મોદીની હત્યા માટે તત્પર રહો`

Published : 12 December, 2022 11:05 AM | Modified : 12 December, 2022 12:12 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોંગ્રસના પૂવ મંત્રીએ પીએમ મોદીને મારવાની કરી વાત, બાદ પલટ્યું નિવેદન.

પીએમ મોદી

પીએમ મોદી


કોંગ્રેસ (Congress)ના પૂર્વ મંત્રી રાજા પટેરિયા(Raja Pateri)નું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તે પીએમ મોદીની હત્યા (Killing PM Modi)ની વાત કરી રહ્યાં છે. તેમના આ નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, બાદમાં તે પોતાની નિવેદનથી પલટી ગયા છે. આજતક ડૉટ કૉમ અનુસાર તેમણે કહ્યું કે તેમનો મતલબ હતો આગામી ચૂંટણીમાં પીએ મોદીને હરાવો. આટલું જ નહીં તેમણે એ પણ કહ્યું આ શબ્દો ફ્લોમાં નિકળી ગયા હતાં. ભાજપ (BJP) નેતાઓએ આ વીડિયો શેર કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 


રાજા પટેરિયાનો કથિત રીતે એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કેટલાક કાર્યકર્તાઓને સંબંધિત કરી રહ્યાં છે. તે કહેતા જોવા મળી રહ્યાં છે કે મોદી ચૂંટણી ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતિ ભાષાના આધાર પર ભાગલા પાડશે, દલિતો, આદિવાસીઓ અને લઘુમતિ સમાજનું જીવન જોખમમાં છે, જો બંધારણને બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તત્પર રહો.જો કે, બાદમાં તે કહી રહ્યાં છે હત્યા મતલબ હાર. 



આ પણ વાંચો:Gujarat Election Result: `કેસરિયા તેરા ઈશ્ક હૈ દિખા...` ક્યાંક ઠુમકા તો ક્યાંક ફટાકડાથી ઉજવણી


રાજા પટોરિયાએ વીડિયો વાયરલ થયા બાદ આજતક ડૉટ કૉમ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું તેમનો મતલબ આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવાનો હતો. તેમણે કહ્યું કે આ બધું ફ્લોમાં થયું. પરંતુ તે વ્યક્તિએ વીડિયો રેકોર્ડ કર્યો તેણે માત્ર આટલો જ હિસ્સો વાયરલ કર્યો. રાજાએ કહ્યું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મારો મતલબ એવો નહોતો. મારા નિવેદનને તોડીને રજૂ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો:Gujarat Election: ગુજરાતના ઈતિહાસમાં આવી રીતે ક્યારેય નથી તૂટી કોંગ્રેસ, વાંચો અહેવાલ


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 12:12 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK