યુક્રેન યુદ્ધ પછી પહેલી વાર અમેરિકા અને રશિયાના વિદેશપ્રધાન સામસામે મળ્યા છે.
રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવ અને અમેરિકાના વિદેશપ્રધાન ઍન્ટની બ્લિંકન.
નવી દિલ્હી ઃ યુક્રેન યુદ્ધ પછી પહેલી વાર અમેરિકા અને રશિયાના વિદેશપ્રધાન સામસામે મળ્યા છે. અમેરિકી વિદેશપ્રધાન ઍન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવની ગઈ કાલે દિલ્હીમાં અલપઝલપ મુકાલાત થઈ હતી. રશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઍન્ટની બ્લિંકન અને સર્ગેઈ લાવરોવ વચ્ચે G20 વિદેશપ્રધાનોની મીટિંગ ઉપરાંત પણ સામાન્ય વાતચીત થઈ હતી. અમેરિકાની પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું હતું કે અમેરિકી વિદેશપ્રધાન ઍન્ટની બ્લિંકને G20ની મીટિંગના બીજા સત્ર વખતે રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જોકે બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થવા છતાં કોઈ વાતચીત થઈ નહોતી. મીડિયા રિપોર્ટરનું માનીએ તો બન્ને દેશના નેતાઓ વચ્ચે લગભગ ૧૦ મિનિટ વાત થઈ હતી. આ વાતચીત એવા સમયે થઈ રહી છે, જ્યારે યુક્રેન યુદ્ધને પગલે અમેરિકાએ રશિયા પર આકરા પ્રતિબંધ લગાવ્યા છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ અમેરિકી વિદેશપ્રધાને ત્રણ મુખ્ય વાત કહી હતી, જેમાં યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી અમેરિકા યુક્રેનનું સમર્થન કરતું રહેશે, રશિયાએ નવા થયેલા પરમાણુ કરારમાં ભાગીદારીને રદ કરવાના પોતાના નિર્ણયને પાછો ખેંચવો તેમ જ રશિયાની કેદમાં રહેલા અમેરિકી પૉલ વ્હેલનને મુક્ત કરવા જોઈએ આ વાત હતી.