અઝુર એરલાઈન્સના વિમાને ગોવા આવવા માટે રશિયાના પેરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ફ્લાઇટમાં 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર છે. બોમ્બની ધમકી મળતાં જ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
રશિયા(Russia)થી ગોવા (Goa)આવી રહેલા એક ચાર્ટેડ પ્લેન માટે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના બાદ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન(Uzbekistan)ડારવર્ટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફ્લાઈટમાં 2 બાળકો, 7 ક્રૂ મેમ્બર સહિત કુલ 238 લોકો સવાર છે. રશિયાના પેરમ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અજૂર એરલાઈન્સ(Azur Airlines)ની ફ્લાઈટે ગોવા જવા માટે ઉડાન ભરી હતી. પરંતુ અધવચ્ચે પહોંચતાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી (Russia Goa Flight Bomb Threat) હોવાથી એલર્ટ જારી કરવામાં આવ્યું. તેમજ ત્યાર બાદ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી અનુસાર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે વિમાન સવારે 4 વાગે દક્ષિણ ગોવાના ડાબેલિમ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. તેમણે કહ્યું કે અજૂર એરની ફ્લાઈટ ઉડાનને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પહેલા જ ડાયવર્ટ કરવામાં આવી છે, કારણ કે ડાબેલિમ એરપોર્ટના ડાયરેક્ટરને 12.39 વાગ્યે એક ઈમેલ મળ્યો હતો, જેમાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઇન્ડિગોની ફ્લાઇટનો ઇમર્જન્સી ડોર એમપી તેજસ્વીએ ખોલી નાખ્યો હતો?
નોંધનીય છે કે 11 દિવસોમાં રશિયા એરલાઈન્સ અજૂરની ફ્લાઈટ સાથે બીજીવાર આ ઘટના બની છે. આ પહેલા 9 જાન્યુઆરીએ મોડી રાત્રે પણ મૉસ્કો(Moscow)થી ગોવા જઈ રહેલી ફ્લાઈટને ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડ કરવી પડી હતી. હકીકતે, તે સમયે પણ વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ગોવાના એર ટ્રાફિક કેન્ટ્રોલને આ અંગે ઈમેલ મળ્યો હતો. ઈમેલ મળ્યા બાદ ટ્રાફિક કન્ટ્રોલો મેલને ગંભીરતાથી લઈ તરત જ વિમાનને જામનગર ડાયવર્ટ કરી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ હતું. વધુ વાંચો.. મોસ્કો-ગોવાની ફ્લાઈટમાં બોમ્બ નહીં, જામનગર એરપોર્ટ પર રાતભર થઈ તપાસ
આ સિવાય સિંગાપુરથી મુંબઈ જઈ રહેલી વિસ્તારા ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીને કારણે સિંગાપુરના ચંગી એરપોર્ટ પર લેન્ડ કરવી પડી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે 18 જાન્યુઆરી, બુધવારે ફ્લાઈટે સવારે 11 વાગે ઉડાન ભરી હતી. પરંતુ ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટે ફ્લાઈટને સિંગાપુર પરત લેન્ડ કરી હતી. વિમાનમાં જેટવા પણ યાત્રી હતાં તે તમામને એરલાઈન્સ દ્વારા કેટલીક સુવિધા આપવામાં આવી હતી. આ સુવિધા હેઠલ કેટલાક યાત્રીઓને અન્ય વિમાનમાં શિફ્ટ કરવામાં આવ્યાં તો કેટલાકને મોડું થવાને કારણે અમુક પ્રકારના વાઉચર આપવામાં આવ્યાં હતાં.