લખનઉની હૉસ્પિટલમાં પહેલી જ વાર થઈ આ પ્રકારની સર્જરી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
લખનઉ : ઉત્તર પ્રદેશના લખનઉમાં આવેલી કિંગ જ્યૉર્જ મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ)ના ડૉક્ટરોએ એક પેશન્ટની એકસાથે સફળતાપૂર્વક હાર્ટ-સર્જરી અને સિઝેરિયન ડિલિવરી કરી છે. કેજીએમયુના પ્રવકતા ડૉ. સુધીર સિંહે કહ્યું હતું કે પહેલી વખત ઉત્તર પ્રદેશમાં ગર્ભવતી મહિલાની આ પ્રકારની જટિલ સર્જરી કરી છે. માતા અને નવજાત બન્ને સ્વસ્થ છે. ૨૭ વર્ષની પેશન્ટ ગંભીર હૃદયરોગ સાથે પૂર્ણકાલિક ગર્ભાવસ્થામાં પ્રસૂતિ અને સ્ત્રી-રોગ વિભાગમાં આવી હતી. સામાન્ય સંજોગમાં આ પેશન્ટ પ્રસૂતિ દરમ્યાન બેહોશ થઈ જાય છે, કારણ કે તેમનું હૃદય જટિલ સર્જિકલ પ્રક્રિયાને સહન કરી શકતું નથી. ડૉક્ટરોની ટીમે વિચાર-વિમર્શ કર્યા બાદ એક જ સીટિંગમાં સિઝેરિયન અને કાર્ડિઍક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો તેમ જ સમન્વય સાથે મા અને બાળક બન્નેને બચાવ્યાં હતાં.
આ પણ વાંચો: યુવક-યુવતીનો સ્કૂટી પર અશ્લીલ વીડિયો વાયરલ, પોલીસે કરી ધરપકડ
ADVERTISEMENT
ચેક-અપમાં આ મહિલાને હૃદયની ગંભીર બીમારી સુપરવાલ્વુલર ક્રિટિકલ એઓર્ટિક સ્ટેનોસિસ હોવાનું કન્ફર્મ થયું હતું. આવી બીમારીની સાથે ડિલિવરી સરળ નથી હોતી.