‘સારા ઘરા’ની અંદર શનિવારે રાત્રે આગ લાગી હતી
પ્રતીકાત્મક તસવીર
પુરીના જગન્નાથ મંદિરમાં કિચનના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળી હતી. ‘સારા ઘરા’ની અંદર શનિવારે રાત્રે આગ લાગી હતી. ‘સારા ઘરા’માં મહાપ્રસાદ તૈયાર કરવા માટે રસોઈની સામગ્રી અને વાસણો સ્ટોર કરવામાં આવે છે. આ મંદિરના કર્મચારીઓએ ફાયર-સર્વિસના જવાનોની મદદથી આગ બુઝાવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હજી સુધી આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.