દિલ્હીમાં સિલેક્ટ સિટી મૉલમાં ગઈ કાલે સાંજના શોમાં ‘છાવા’ ફિલ્મ ચાલી રહી હતી ત્યારે ૪.૧૫ વાગ્યે એકાએક આગ ફાટી નીકળી હતી.
સાંજના શોમાં ‘છાવા’ ફિલ્મ ચાલી રહી હતી ત્યારે ૪.૧૫ વાગ્યે એકાએક આગ ફાટી નીકળી હતી.
દિલ્હીમાં સિલેક્ટ સિટી મૉલમાં ગઈ કાલે સાંજના શોમાં ‘છાવા’ ફિલ્મ ચાલી રહી હતી ત્યારે ૪.૧૫ વાગ્યે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે ફાયર-અલાર્મ વાગતાં દર્શકોમાં ગભરાટ ફેલાયો હતો, પણ તમામ એક્ઝિટ-ગેટ ખોલી દેવામાં આવતાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વિના દર્શકો સિનેમામાંથી બહાર નીકળી ગયા હતા અને કોઈને ઈજા પણ થઈ નહોતી.
પાંચ ફાયર-એન્જિનની મદદથી ફાયર-બ્રિગેડ વિભાગે સાંજે ૫.૪૨ વાગ્યે આગ બુઝાવી દીધી હતી.

