સિંગર સિધુ મૂસેવાલા મર્ડર કેસ સંબંધમાં ધરપકડ કરાયેલા અને પંજાબના તરન તારન જિલ્લાની સેન્ટ્રલ જેલમાં કેદ બે ગૅન્ગસ્ટર્સ ગઈ કાલે કેદીઓ વચ્ચેની અથડામણમાં માર્યા ગયા હતા.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
અમ્રિતસર (પી.ટી.આઇ.) ઃ સિંગર સિધુ મૂસેવાલા મર્ડર કેસ સંબંધમાં ધરપકડ કરાયેલા અને પંજાબના તરન તારન જિલ્લાની સેન્ટ્રલ જેલમાં કેદ બે ગૅન્ગસ્ટર્સ ગઈ કાલે કેદીઓ વચ્ચેની અથડામણમાં માર્યા ગયા હતા. સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગુરમીત સિંહ ચૌહાણે કહ્યું હતું કે આ બે ગૅન્ગસ્ટર્સની વિરુદ્ધ અન્ય કેટલાક આરોપો પણ મૂકવામાં આવ્યા હતા. આ લડાઈમાં એક કેદી ઇન્જર્ડ થયો છે. આ ત્રણેય ગૅન્ગસ્ટર્સ એક જ ગ્રુપના હતા. સિધુ મૂસેવાલા તરીકે જાણીતા શુભદીપ સિંહ સિધુની ૨૯ મેએ માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મૃત્યુ પામનારા ગૅન્ગસ્ટર્સની મનદીપ સિંહ અને મનમોહન સિંહ તરીકે ઓળખ કરવામાં આવી છે. આ હાઈ સિક્યૉરિટી જેલમાં લડાઈ દરમ્યાન જમવાનાં વાસણો અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.