Man Stuck in Lift: મૂળ તિરુવનંતપુરમના રહેવાસી રવિન્દ્રન કેરળ વિધાનસભામાં કામ કરે છે. તેઓ પત્ની સાથે ચેકઅપ માટે આ આવેલી એક મેડિકલ કૉલેજમાં ગયા હતા.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)
કેરળના તિરુવનંતપુરમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેરળના તિરુવનંતપુરમના મેડિકલ કૉલેજની એક લિફ્ટમાં (Man Stuck in Lift) એક દર્દી લગભગ બે દિવસ સુધી ફસાઈ ગયો હતો. સોમવારે સવારે તેને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હૉસ્પિટલ પ્રશાસનને લિફ્ટમાં કોઈ વ્યક્તિ ફસાયા હોવાની કોઈ માહિતી નહોતી.
આ ઘટનામાં પીડિતની ઓળખ રવિન્દ્રન (59 વર્ષ) તરીકે થઈ છે. રવિન્દ્રન 48 કલાક સુધી લિફ્ટમાં અટવાયા બાદ તેના પરિવારજનોએ પોલીસમાં (Man Stuck in Lift) તેમના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. આ મામલો પ્રશાસનના ધ્યાનમાં આવતા કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરને આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. રવિન્દ્રન તેની પત્ની સાથે ચેકઅપ માટે હૉસ્પિટલ ગયા હતા.
ADVERTISEMENT
મૂળ તિરુવનંતપુરમના રહેવાસી રવિન્દ્રન કેરળ વિધાનસભામાં (Man Stuck in Lift) કામ કરે છે. તેઓ પત્ની સાથે ચેકઅપ માટે તિરુવનંતપુરમમાં આવેલી એક મેડિકલ કૉલેજમાં ગયા હતા, પરંતુ હૉસ્પિટલના ઓપી બ્લોક બિલ્ડીંગની લિફ્ટમાં રવિન્દ્રન ફસાઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિફ્ટ યોગ્ય રીતે કામ કરી રહી ન હતી. લિફ્ટ ખરાબ હોવા છતાં હૉસ્પિટલ પ્રશાસને લિફ્ટમાં ખરાબ થઈ ગઈ છે તે અંગે કોઈપણ સાઇન બોર્ડ લગાવ્યું નહોતું. તેમ જ કોઈપણ પ્રકારની ચેતવણી પણ આપી નહોતી.
48 કલાક સુધી લિફ્ટમાં ફસાયા બાદ બહાર આવતા (Man Stuck in Lift) પીડિત રવિન્દ્રને કહ્યું કે “લિફ્ટ અચાનક જ એક ઝટકા સાથે બંધ થઈ ગઈ હતી અને તેમનો મોબાઇલ ફોન પણ તેમના હાથમાંથી છટકી ગયો અને જમીન પર પટકાઈને તૂટી ગયો. તે બાદ તેમણે લિફ્ટમાં લાગેલા ઈમરજન્સી બટન દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ ખરાબ હતું જેથી કોઈ ફાયદો થયો નહીં. રવિન્દ્રનનું કહેવું છે કે તેઓ હૉસ્પિટલના પહેલા માળે જવા માટે લિફ્ટમાં ચઢ્યા હતા, પરંતુ અચાનક લિફ્ટ નીચે આવી અને તે બાદ ખુલી જ નહીં. તેમણે મદદ માટે બૂમો પાડી પણ કોઈ પણ આવ્યું નહીં.
આ ચોંકાવનારી ઘટના સામે રવિન્દ્રનના પરિવારના એક સભ્યએ કહ્યું કે “શરૂઆતમાં અમને લાગ્યું કે તે કામ પર ગયો છે અને કદાચ ઓવરટાઇમ કામ કરી રહ્યો છે, પરંતુ તે દરમિયાન, જ્યારે અમે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમનો ફોન સ્વિચ ઑફ આવતો હતો અને ગભરાઈ ગયા અને તે બાદ અમે પોલીસમાં તેના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલના સમયમાં દેશભરમાંથી અનેક લોકો લિફ્ટમાં ફસાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં દિલ્હી-એનસીઆરમાં આવી ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

