Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Fali S Nariman No More: SCના વરિષ્ઠ વકીલની વિદાય, ઇન્દિરા ગાંધીની સરકારના નિર્ણય વિરુદ્ધ ભર્યું હતું આ પગલું

Fali S Nariman No More: SCના વરિષ્ઠ વકીલની વિદાય, ઇન્દિરા ગાંધીની સરકારના નિર્ણય વિરુદ્ધ ભર્યું હતું આ પગલું

Published : 21 February, 2024 09:37 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Fali S Nariman No More: બુધવારે 95 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર રોહિન્ટન નરીમન પણ વરિષ્ઠ વકીલ રહી ચૂક્યા છે.

મૃત્યુ માટેની પ્રતીકાત્મક તસવીર

મૃત્યુ માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. નરીમનને 1961માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
  2. એએસજીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા
  3. તેઓ એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ રહી ચૂક્યા હતા

ભારતના વરિષ્ઠ વકીલોમાંના એક એવા ફલી એસ નરીમનનું આજે નિધન (Fali S Nariman No More) થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે 95 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર રોહિન્ટન નરીમન પણ વરિષ્ઠ વકીલ રહી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં જજ  તરીકે સેવા આપી છે. 


આટલી લાંબી કારકિર્દી ધરાવે છે એસ નરીમન



1950માં બોમ્બે હાઈકોર્ટમાંથી પોતાની વકીલ (Fali S Nariman No More) તરીકેની તેઓએ કારકિર્દીની શરૂઆત કરી હતી. નરીમનને 1961માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓએ પોતાની કાનૂની કારકિર્દીમાં 70 વર્ષથી વધુ સમય કામ કર્યું હતું. 


લગભગ બે દાયકા બાદ તેઓએ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અને મે 1972માં જ તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ બનાવવામાં આવ્યા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય વિરુદ્ધ એએસજીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 

દેશના ઘણા પ્રખ્યાત કેસો માટે તેઓએ જજ (Fali S Nariman No More) તરીકે સેવા આપી હતી. આ સાથે જ તેઓએ NJAC કેસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કોલેજિયમ સિસ્ટમ પરના AoR એસોસિએશન કેસ અને બંધારણની કલમ 30 હેઠળ લઘુમતી અધિકારો પરના TMA પાઈ કેસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


Fali S Nariman No More: પોતાની કારકિર્દી દરમિયાન તેઓએ અનેક કેસોમાં ભૂમિકા ભજવી હતી. એવું જ નહીં પણ અનેક મોટા અને ઐતિહાસિક કહી શકાય એવા કેસોમાં પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એ પછી NJACનો નિર્ણય કેમ ના હોય. તે SC AoR કેસમાં પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવવા પાછળ આ બાબત એક મોટું કારણ હતું. ટીએમએ પાઈ જેવા ઘણા મોટા કેસમાં તે કોર્ટમાં પણ પહોંચી ગયા હતા.

શા માટે તેમણે સોલિસિટર જનરલના પદેથી રાજીનામું આપ્યું હતું?

એવું કહેવામાં આવે છે કે નરીમન પોતે 1975માં જાહેર કરવામાં આવેલા ઈમરજન્સીના સરકારના નિર્ણયથી ખુશ નહોતા, તેવે સમયે તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવામાં આવેલા કટોકટી નિર્ણયના વિરોધમાં ભારતના વધારાના સોલિસિટર જનરલના પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.

અનેક લોકો તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે 

નરીમનના મૃત્યુ (Fali S Nariman No More) પર શોક વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવીએ એક્સ પર પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું કે, "તે એક જીવંત દંતકથા સમાન હતા, જેને કાયદા અને જાહેર જીવન સાથે જોડાયેલા લોકો હંમેશા યાદ રાખશે. તેમની સિદ્ધિઓ ઉપરાંત તેઓ તેમના સિદ્ધાંતો માટે પણ અડગ રહ્યા.”

ફલી એસ નરીમને આજે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન તેઓ એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ રહી ચૂક્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2024 09:37 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK