Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક્ઝિટ પોલ મુજબ પાંચ રાજ્યોએ INDIA બ્લૉકની આશા પર પાણી ફેરવ્યું

એક્ઝિટ પોલ મુજબ પાંચ રાજ્યોએ INDIA બ્લૉકની આશા પર પાણી ફેરવ્યું

Published : 03 June, 2024 09:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરીને યોગ્ય મુદ્દા સાથે જનતા સમક્ષ ગયા હોત તો તેમને ફાયદો થાત એવી ચર્ચા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લોકસભાની ચૂંટણીની આવતી કાલે મતગણતરી કરવામાં આવશે એ પહેલાં એક્ઝિટ પોલ આવી ગયા છે જેમાં વિરોધ પક્ષોના ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA) ગઠબંધનને ૧૩૧થી ૧૬૬ બેઠક તો નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ને ૩૬૧થી ૪૦૧ જેટલી બેઠક સાથે પ્રચંડ બહુમત મળે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઓ​ડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને મહારાષ્ટ્રે INDIA બ્લૉકની આશા પર પાણી ફેરવ્યું હોવાનું એક્ઝિટ પોલ પરથી જણાઈ આવે છે. આ રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરીને યોગ્ય મુદ્દા સાથે જનતા સમક્ષ ગયા હોત તો તેમને ફાયદો થાત એવી ચર્ચા છે. એક્ઝિટ પોલમાં વિરોધ પક્ષોના બ્લૉકને આંધ્ર પ્રદેશમાં એક પણ નહીં, તેલંગણમાં ચારથી છ, પશ્ચિમ બંગાળમાં એકથી બે, ઓડિશામાં એક તો મહારાષ્ટ્રમાં ૧૬થી ૨૦ બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2024 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK