રેલવે સૂત્રો જણાવે છે કે રેલવેના વિશાળ વિસ્તરણમાં રોજ નવી ટ્રેનોનો ઉમેરો કરવામાં આવશે
છઠપૂજામાં ઘરે જવા માટે પટના રેલવે-સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ
૨૦૨૭ સુધીમાં તમામ મુસાફરો કન્ફર્મ્ડ ટિકિટ મેળવી શકશે. રેલવે સૂત્રો જણાવે છે કે રેલવેના વિશાળ વિસ્તરણમાં રોજ નવી ટ્રેનોનો ઉમેરો કરવામાં આવશે. સુરત સ્ટેશન પર બિહારમાં છઠપૂજા માટે જતા લોકોનું ઘોડાપૂર ઊમટી પડતાં અરાજકતા ફેલાઈ હતી, જેમાં એક વ્યક્તિનું રેલવેની ભીડમાં મૃત્યુ થયું હતું. આ સમાચાર સોશ્યલ મીડિયા પર વહેતા થયાના બીજા દિવસે જ આ જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે ૪થી ૫ હજાર કિલોમીટર ટ્રૅક બનાવાશે. હાલ રોજ ૧૦,૭૪૮ ટ્રેન દોડે છે, જે વધારીને ૧૩,૦૦૦ ટ્રેન કરવાનું લક્ષ્ય છે. આવનાર ૩-૪ વર્ષમાં ૩૦૦૦ જેટલી નવી ટ્રેન ઉમેરવાનું આયોજન છે. દર વર્ષે ૮૦૦ કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે, જે મર્યાદા વધારીને ૧૦૦૦ કરોડ કરવાનું આયોજન છે.