વાયનાડ સંસદીય બેઠક આ વર્ષે ૨૩મી માર્ચે ખાલી જાહેર કરાઈ હતી
રાહુલ ગાંધી ફાઇલ તસવીર
ચૂંટણીપંચે ગઈ કાલે જણાવ્યું હતું કે બદનક્ષીના કેસમાં ટ્રાયલ કોર્ટે અપીલ ફાઇલ કરવા માટે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપ્યો હોવાને કારણે વાયનાડની લોકસભાની બેઠક પર પેટાચૂંટણી યોજવાની કોઈ ઉતાવળ નથી. આ કેસમાં રાહુલને બે વર્ષની જેલની સજાને પગલે તેમને સંસદસભ્ય તરીકે ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા હોવાને કારણે કેરલામાં વાયનાડની બેઠક ખાલી પડી હતી.
પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ‘કોઈ ઉતાવળ નથી, અમે રાહ જોઈશું. સુરતની ટ્રાયલ કોર્ટે ઉપલી અદાલતમાં અરજી કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. વાયનાડ સંસદીય બેઠક આ વર્ષે ૨૩મી માર્ચે ખાલી જાહેર કરાઈ હતી અને કાયદા અનુસાર છ મહિનામાં પેટાચૂંટણી યોજાઈ જવી જોઈએ.’