દિલ્હીના ઉમેદવારોમાં ગૌતમ ગંભીર સૌથી વધુ ધનવાન
ગૌતમ ગંભીર
લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના દરેક ઉમેદવારમાંથી ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી ધનવાન ઉમેદવાર છે. તેની કુલ સંપત્તિ ૧૪૭ કરોડ રૂપિયા છે. ક્રિકેટ જગતમાંથી રાજકારણમાં આવેલો ગૌતમ ગંભીર પહેલી વખત ચૂંટણી લડી રહ્યો છે. ગંભીરે આ અંગે જણાવ્યું હતું કે તેણે ૨૦૧૭-૧૮ માટે દાખલ કરેલા ઇન્કમ-ટૅક્સ રિટર્નમાં લગભગ ૧૨.૪૦ કરોડની આવક દર્શાવી છે.
ગંભીરની પત્ની નતાશા ગંભીરે આ દરમિયાન દાખલ કરેલા રિટર્નમાં ૬.૧૫ લાખ રૂપિયાની આવક દર્શાવી છે. ગૌતમ ગંભીરે ઍફિડેવિટમાં ૧૪૭ કરોડ રૂપિયાની સ્થિર અને અસ્થિર સંપત્તિ હોવાની જાહેરાત કરી છે. દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીની ઍફિડેવિટ અનુસાર તેમની કુલ સંપત્તિ ૨૪ કરોડ રૂપિયા છે જેમાં ૨૦૧૪ની સરખામણીએ ૪.૩૩ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
૨૦૧૭-૧૮ના રિટર્ન અનુસાર તેમની આવક ૪૮.૦૩ લાખ રૂપિયા છે. દક્ષિણ દિલ્હીના બીજેપીના સાંસદ રમેશ બિધૂડીએ પોતાના ઍફિડેવિટમાં ૧૮ કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી છે જેમાં છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ ૩.૫ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મહેબૂબા પર ગંભીરના પ્રહાર,130 કરોડ લોકોને કેવી રીતે રોકશો?