ચાંદ દેખાયા બાદ સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે રવિવારે ઈદ ઉલ-ફિત્ર ઊજવવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
સાઉદી અરેબિયામાં શનિવારે ૨૯ માર્ચે ઈદનો ચાંદ દેખાયો હતો જેથી સાઉદી અરેબિયામાં ઈદનો તહેવાર આજે ૩૦ માર્ચે ઊજવાશે. તો ભારતમાં ઈદ ઉલ-ફિત્રનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ બાદ એટલે કે ૩૧ માર્ચે ઊજવાશે. ચાંદ દેખાયા બાદ સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે રવિવારે ઈદ ઉલ-ફિત્ર ઊજવવામાં આવશે.
સાઉદી અરેબિયામાં રમઝાન ભારત કરતાં એક દિવસ વહેલો એટલે કે ૧ માર્ચથી શરૂ થયો હતો જેથી ભારતમાં ઈદનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ બાદ ૩૧ માર્ચે ઊજવવામાં આવશે. દર વખતે સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ ભારતમાં એક દિવસ પહેલાં દેખાય છે. જોકે ઈદ ક્યારે ઊજવાશે એ સંપૂર્ણપણે ચાંદ જોવા પર આધાર રાખે છે.

