Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેજરીવાલની ધરપકડ કરી જેલમાં નાખશે ED, AAP મંત્રી આતિશીનો દાવો

કેજરીવાલની ધરપકડ કરી જેલમાં નાખશે ED, AAP મંત્રી આતિશીનો દાવો

Published : 31 October, 2023 05:29 PM | Modified : 31 October, 2023 06:27 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Aam Aadmi Party Minister Atishi: પ્રવર્તન નિદેશાલય (ઈડી) દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને કહેવાતી રીતે શરાબ નીતિ કૌભાંડ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવતા `આમ આદમી પાર્ટી`માં આક્રોશ છે.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)


Aam Aadmi Party Minister Atishi: પ્રવર્તન નિદેશાલય (ઈડી) દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને કહેવાતી રીતે શરાબ નીતિ કૌભાંડ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવતા `આમ આદમી પાર્ટી`માં આક્રોશ છે. `આપ` નેતાઓને હવે કેજરીવાલની ધરપકડનો ડર સતાવે છે. દિલ્હીની મંત્રી આતિશીએ ભાજપ પર `આપ` નેતાઓને ખોટા આરોપોમાં ફસાવવાનો પ્રયત્ન કરવાનો આરોપ મૂક્યો છે.


`આપ` નેતાએ જણાવ્યું કે, "બીજેપી `આપ` સરકાર દ્વારા પંજાબ અને દિલ્હીમાં કરવામાં આવતા કામથી ડરી ગઈ છે...આથી, તે `આપ` નેતાઓને ખોટા આરોપો નાખીને ફસાવવા અને જેલ મોકલવાના પ્રયત્નો કરી રહી છે. તે પાર્ટીને ખતમ કરવા માગે છે."



Aam Aadmi Party Minister Atishi: આતિશીએ કહ્યું, "દરેક તરફથી માહિતી મળી રહી છે અને સમાચાર આવી રહ્યા છે કે 2 નવેમ્બરના જ્યારે અરવિંદ કેજરીવાલ ઈડી સામે રજૂ થશે તો ઈડી તેમની ધરપકડ કરી તેમને જેલમાં નાખી દેશે. ભાજપ અને વડાપ્રધાન `આપ`ને ખતમ કરી દેવા માગે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ એટલા માટે નહીં થાય કારણકે તેમના વિરુદ્ધ કોઈ કેસ છે, પણ એટલા માટે થશે કારણકે વડાપ્રધાનને તેમનાથી ડર લાગે છે."


તો, દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે આરોપ મૂક્યો કે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેન્દ્રનો એક જ લક્ષ્ય છે કે કોઈપણ રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવામાં આવે. તેમણે કહ્યું કે સમાચાર પ્રમાણે, `કેન્દ્ર સરકારની ઈડીએ દિલ્હીના સીએમને સમન્સ પાઠવ્યા છે, આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે કેન્દ્રનો એક જ ઉદ્દેશ્ય છે કે કોઈપણ રીતે `આપ`ને ખતમ કરી દેવામાં આવે. તે સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવા અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાના ખોટા કેસ બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા.`

Aam Aadmi Party Minister Atishi: અરવિંદ કેજરીવાલને ઈડીના સમન પર `આપ` નેતા સંદીપ પાઠકનું કહેવું છે, "આ કોઈ બહુ જ ચોંકાવનારી વાત નથી.. જે રીતે બીજેપી આ પ્રક્રિયાને અંજામ આપવા માટે ષડયંત્ર રચી રહી હતી, તેમનું લક્ષ્ય સ્પષ્ટ છે... તે રાજનૈતિક રીતે અરવિંદ કેજરીવાલને ખતમ કરવા માગે છે. જે રીતે `આપ`નો વિસ્તાર થઈ રહ્યો છે. પીએમ મોદી અને બીજેપીને સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કાયદાકીય રીતે હરાવવું અશક્ય થઈ રહ્યું છે, આ તે જ ષડયંત્રનો ભાગ છે. આ મિલીભગતથી દેશને નુકસાન થઈ રહ્યું છે. બીજેપી ધીમે-ધીમે બધી સંસ્થાઓને ખતમ કરવાનો પ્રયત્નો કરી રહી છે... લોકતંત્રમાં જનતા સૌથી ઉપર હોય છે. પીએમ મોદી અને બીજેપી સંદેશ આપી રહી છે કે લોકો કોઈને પણ વોટ આપી શકે છે, પણ સરકાર અમે જ ચલાવશું કારણકે અમારી પાસે તાકત છે... અંતે જીત સત્યની થશે..."


એપ્રિલમાં સીબીઆઈએ કરી હતી પૂછપરછ
ઈડીએ દિલ્હી શરાબ નીતિ મામલે ચાલતી તપાસ સંબંધે પૂછપરછ માટે આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ સમન્સ પાઠવ્યા છે. આ પહેલા આ મામલે કેજરીવાલને આ વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (સીબીઆઈ)એ પણ સમન્સ પાઠવ્યા હતા.

જો કે, ગયા વર્ષે 17 ઓગસ્ટે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી પ્રથમ એફઆઈઆરમાં કેજરીવાલનું નામ આરોપી તરીકે નહોતું. રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે કથિત દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડી આવતા મહિને 10 નવેમ્બર સુધી લંબાવી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તાજેતરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Aam Aadmi Party Minister Atishi: ફેબ્રુઆરી 2023 માં, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા હવે નિષ્ક્રિય દિલ્હીની નવી દારૂની નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા માટે ધરપકડ કરવામાં આવી હતી. વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે નીતિ પાછી ખેંચી લેવામાં આવી હતી. સિસોદિયા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

સીબીઆઈના જણાવ્યા મુજબ, સિસોદિયાએ ગુનાહિત કાવતરામાં સૌથી મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તે ષડયંત્રના ઉદ્દેશ્યોની સિદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આ નીતિની રચના અને અમલીકરણમાં ઊંડાણપૂર્વક સામેલ હતા. દરમિયાન, સુપ્રીમ કોર્ટે સોમવારે કથિત દારૂ કૌભાંડ સંબંધિત કેસોમાં મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2023 06:27 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK