એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગઈ કાલે ચેન્નઈમાં લૉટરી-કિંગના નામે જાણીતા સેન્ટિયાગો માર્ટિનની ઑફિસ અને ઘરેથી કુલ ૮.૮ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.
ચેન્નઈમાં લૉટરી-કિંગના નામે જાણીતા સેન્ટિયાગો માર્ટિનની ઑફિસ અને ઘરેથી કુલ ૮.૮ કરોડ રૂપિયા જપ્ત કર્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગઈ કાલે ચેન્નઈમાં લૉટરી-કિંગના નામે જાણીતા સેન્ટિયાગો માર્ટિનની ઑફિસ અને ઘરેથી કુલ ૮.૮ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. મદ્રાસ હાઈ કોર્ટે લૉટરી-કિંગ સામે ઍક્શન લેવાની મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. EDએ માર્ટિન અને તેના જમાઈ આધવ અર્જુન સાથે સંકળાયેલી વીસ જગ્યાએ રેઇડ પાડી હતી. એમાં તામિલનાડુ ઉપરાંત હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળની ઑફિસનો પણ સમાવેશ હતો. માર્ટિન સામે ગેરકાયદે લૉટરીનું વેચાણ કરવાનો આરોપ છે. ગયા વર્ષે પણ તેમની ઑફિસ પર રેઇડ પાડવામાં આવી હતી ત્યારે EDએ તેમની ૪૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.