કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ તામિલનાડુના શિવગંગાથી સંસદસભ્ય છે.
કાર્તિ ચિદમ્બરમ
આઇએનએક્સ મીડિયા કેસમાં મની લૉન્ડરિંગના આરોપ બદલ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) દ્વારા કૉન્ગ્રેસના સંસદસભ્ય કાર્તિ ચિદમ્બરમ અને અન્ય કેટલાક લોકોની ૧૧.૦૪ કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે, જેમાં કર્ણાટકના કુર્ગ જિલ્લાની એક પ્રૉપર્ટી પણ સામેલ છે. કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ તામિલનાડુના શિવગંગાથી સંસદસભ્ય છે.
આઇએનએક્સ મીડિયા કેસ એ આ મીડિયા ફર્મમાં ફૉરેન ઇન્વેસ્ટમેન્ટની મંજૂરીમાં મની લૉન્ડરિંગને સંબંધિત છે કે જ્યારે પી ચિદમ્બરમ યુપીએ સરકારમાં નાણાપ્રધાન હતા. તપાસ અધિકારીઓએ આરોપ મૂક્યો છે કે ચિદમ્બરમ પિતા-પુત્રને ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ માટે પરમિશન આપવા બદલ લાંચ મળી હતી.
ઈડીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે આઇએનએક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સીધી અને પરોક્ષ રીતે ગેરકાયદે આર્થિક લાભ મેળવવામાં આવ્યો હતો, જેમાં આરોપી પી. ચિદમ્બરમે અન્ય આરોપી કાર્તિ ચિદમ્બરમની માલિકી અને ઉપયોગમાં લેવામાં આવેલી માત્ર કાગળ પર રહેલી કંપનીઓ મારફત ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી આપી હતી.’