ઍમૅઝૉન અને ફ્લિપકાર્ટના વેન્ડર્સ દ્વારા ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટનો ભંગ કરવામાં આવતો હોવાનું કહી એકસાથે ૧૯ જગ્યાએ સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ઑનલાઇન સેલ કરતી ઍમૅઝૉન અને ફ્લિપકાર્ટના વેન્ડર્સ દ્વારા ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટનો ભંગ કરવામાં આવતો હોવાનું કહી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ED) દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર, હૈદરાબાદ અને પંચકુલા (હરિયાણા)માં ગઈ કાલે એકસાથે ૧૯ જગ્યાએ સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને ઍમૅઝૉન અને ફ્લિપકાર્ટની વિરુદ્ધમાં ઘણીબધી ફરિયાદ મળી હતી. એ ફરિયાદોમાં એવો આક્ષેપ કરાયો હતો કે વેન્ડરો ઈ-કૉમર્સ પ્લૅટફાૅર્મ્સ દ્વારા વેચાતી વસ્તુઓ અને આપવામાં આવતી સર્વિસિસ ઓછા ભાવે ઑફર કરી અન્ય વેપારીઓનો તેમનો માલ સેલ કરવાનો મોકો છીનવી લે છે અને આમ ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ના નિયમોનો ભંગ કરે છે.
EDએ એથી આ બાબતને ગંભીરતાથી લઈ ઍમૅઝૉન અને ફ્લિપકાર્ટના વેન્ડર્સ પર ગઈ કાલથી સર્ચ-ઑપરેશનની કાર્યવાહી ચાલુ કરી છે.