Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વોટર્સ જે કરી શક્યા નહોતા એ ઈડીએ કર્યું છે

વોટર્સ જે કરી શક્યા નહોતા એ ઈડીએ કર્યું છે

Published : 09 February, 2023 10:17 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદાણીના મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરનારા વિપક્ષો પર ભ્રષ્ટાચારને લઈને આકરા પ્રહાર કરતાં વડા પ્રધાને કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તમામ વિપક્ષોને એક મંચ પર સાથે લાવ્યું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સંસદમાં એક સ્પેશ્યલ જૅકેટમાં જોવા મળ્યા હતા. આ જૅકેટની વિશેષતા એ છે કે એને યુઝ્ડ પ્લાસ્ટિક બૉટલ્સનું રીસાઇક્લિંગ કરીને તૈયાર કરાયેલા મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. પીએમ મોદી રાજ્યસભામાં લાઇટ-બ્લુ સ્લીવલેસ ‘સાદરી’ જૅકેટમાં જોવા મળ્યા હતા. બૅન્ગલોરમાં સોમવારે ઇન્ડિયા એનર્જી વીકના ઉદ્ઘાટન દરમ્યાન ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન દ્વારા પીએમને આ જૅકેટ ભેટમાં આપવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સંસદમાં એક સ્પેશ્યલ જૅકેટમાં જોવા મળ્યા હતા. આ જૅકેટની વિશેષતા એ છે કે એને યુઝ્ડ પ્લાસ્ટિક બૉટલ્સનું રીસાઇક્લિંગ કરીને તૈયાર કરાયેલા મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. પીએમ મોદી રાજ્યસભામાં લાઇટ-બ્લુ સ્લીવલેસ ‘સાદરી’ જૅકેટમાં જોવા મળ્યા હતા. બૅન્ગલોરમાં સોમવારે ઇન્ડિયા એનર્જી વીકના ઉદ્ઘાટન દરમ્યાન ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન દ્વારા પીએમને આ જૅકેટ ભેટમાં આપવામાં આવ્યું હતું.


નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રમાં વિપક્ષોએ અદાણી ગ્રુપના શૅરોમાં થયેલા ઘટાડા અને ફ્રૉડના આરોપોના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાની ખૂબ કોશિશ કરી છે. હવે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર-પ્રસ્તાવ પરની ડિબેટ દરમ્યાન વડા પ્રધાને વિપક્ષોને આકરા શબ્દોથી ચાબખા માર્યા હતા. લોકસભામાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘મંગળવારે હું જોઈ રહ્યો હતો કે કેટલાક લોકોના ભાષણની સાથે સમગ્ર ઈકો-સિસ્ટમ ઊછળી રહી હતી. દેશમાં કેટલાક લોકો નિરાશામાં ડૂબી ગયા છે, તેઓ દેશની પ્રગતિને સ્વીકારી શકતા નથી. લોકોનો વિશ્વાસ મારું સુરક્ષાકવચ છે. વિપક્ષોના અપશબ્દોની કોઈ અસર નહીં થાય. હકીકત એ છે કે વોટર્સ જે કરી શક્યા નહોતા એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ કર્યું છે, ઈડી તમામ વિપક્ષોને એક મંચ પર સાથે લાવી છે.’


તેમણે પોતાના સંબોધનમાં દેશની અચીવમેન્ટ્સ ગણાવી તો સાથે જ વિપક્ષોને ટાર્ગેટ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આજે સમગ્ર વિશ્વમાં ભારતને લઈને પૉઝિટિવિટી, આશા, વિશ્વાસ છે. એ ખુશીની વાત છે કે ભારતને આજે G20ની અધ્યક્ષતાની તક મળી છે જે આ દેશ અને ૧૪૦ કરોડ લોકો માટે ગૌરવની વાત છે. મને લાગે છે કે કદાચ એનાથી કેટલાક લોકો દુઃખી છે.’



નિરાશાવાદી લોકો ભારતની પ્રગતિ સ્વીકારી શકતા નથી


વડા પ્રધાને કહ્યું હતું કે ‘ભારતમાં નવી શક્યતાઓ છે. અનેક લોકોને એ વાત સમજતાં વાર લાગશે, પરંતુ સપ્લાય ચેઇનના મામલે દેશ આગળ વધ્યો છે. ભારત મૅન્યુફૅક્ચરિંગ હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે. દુનિયા ભારતની સમૃદ્ધિમાં પોતાની સમૃદ્ધિ જોઈ રહી છે. નિરાશામાં ડૂબેલા કેટલાક લોકો દેશની પ્રગતિને સ્વીકારી શકતા નથી.’

 આ પણ વાંચો: કૉંગ્રેસના સતત હુમલાઓ વચ્ચે લોકસભામાં, PM Modiએ કેમ શશિ થરૂરને કહ્યુ, `થેન્કયૂ`?


૨૦૦૪થી ૨૦૧૪ કૌભાંડોનું દશક રહ્યું

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં યુપીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘૨૦૦૪થી ૨૦૧૪ આઝાદી પછી સૌથી વધુ કૌભાંડોવાળું દશક રહ્યું હતું. એ દસ વર્ષમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ભારતના દરેક ખૂણે આતંકવાદી હુમલાઓ થતા રહેતા હતા. ગ્લોબલ પ્લૅટફૉર્મ પર ભારતનો અવાજ એટલો વીક હતો કે દુનિયા એને સાંભળવા માટે તૈયાર નહોતી.’

વડા પ્રધાને એ સમયગાળા દરમ્યાન થયેલા હેલિકૉપ્ટર કૌભાંડ, કોયલા સ્કૅમ, આતંકવાદી હુમલો, ડબલ ડિજિટમાં મોંઘવારી જેવા મુદ્દાઓ પર યુપીએ સરકારની ટીકા કરી હતી. વિપક્ષની આકરી ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ‘ટીકા થવી જોઈએ, પરંતુ તેમણે નવ વર્ષ આરોપો મૂકવામાં જ ગુમાવી દીધાં. ચૂંટણી હારી જાય તો ઈવીએમને જવાબદાર ગણાવવું, ભ્રષ્ટાચારની તપાસ થાય તો એજન્સીઓ પર શાબ્દિક હુમલાઓ. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)નો આભાર માનવો જોઈએ કે એણે આ લોકોને એક મંચ પર લાવ્યા છે.’

ખડગેએ વાજપેયીનું નામ લઈને મોદીને ટાર્ગેટ કર્યા

રાજ્યસભામાં ગઈ કાલે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના સંબંધમાં કહ્યું હતું કે ‘હું અટલ બિહારી વાજપેયીને ટાંકીશ. તેમણે અમદાવાદમાં કહ્યું હતું કે કોમી રમખાણોના કારણે વિદેશોમાં ભારતની છબિને નુકસાન પહોંચ્યું છે. હું આમ કહેતો નથી, અટલ બિહારીજીએ આમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું કયો ચહેરો લઈને વિદેશમાં જઈશ? રાજ ધર્મનું પાલન થયું નથી.’ 

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2023 10:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK