ઉપસ્થિત રહેલા ડેપ્યુટી કલેક્ટર પર પણ એક પોલીસે લાઠીથી પ્રહાર કર્યો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં ક્રીમી લેયર અને ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના સૂચનના વિરોધમાં ગઈ કાલે આયોજિત ભારત બંધ વખતે બિહારના પટનામાં હિંસા થઈ હતી અને પોલીસોએ એ સમયે એકઠી થયેલી ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો. એ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા ડેપ્યુટી કલેક્ટર પર પણ એક પોલીસે લાઠીથી પ્રહાર કર્યો હતો. આને લીધે તેઓ પોલીસ પર જબરદસ્ત ગુસ્સે ભરાયા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.