Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભોપાલમાં ૧૮૧૪.૧૮ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું

ભોપાલમાં ૧૮૧૪.૧૮ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું

Published : 07 October, 2024 08:38 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત ATS અને દિલ્હી NCBએ ડ્રગ્સની ફૅક્ટરી પર રેઇડ પાડીને મહારાષ્ટ્રના રીઢા પેડલરને ઝડપ્યો

આ છે ભોપાલની ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી.

આ છે ભોપાલની ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી.


ગુજરાતની ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે (ATS) મળેલી માહિતીના આધારે તપાસ ચલાવી દિલ્હીના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની મદદથી મધ્ય પ્રદેશના ભોપાલ પાસે ચાલી રહેલી એક ફૅક્ટરી પર શનિવારે રેઇડ પાડીને ૧,૮૧૮.૧૮ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડીને પાડ્યું હતું એટલું જ નહીં, આ કાર્યવાહી હેઠળ ડ્રગ્સ બનાવવાનો કાચો માલ અને મશીનરી પણ જપ્ત કરવામાં આવ્યાં છે. સાથે જ ભોપાલમાં રહેતા ૫૭ વર્ષના અમિત પ્રકાશચંદ્ર ચતુર્વેદી અને મહારાષ્ટ્રના નાશિકના ૪૦ વર્ષના સન્યાલ બનેને ઝડપી લીધા છે. સન્યાલ બને રીઢો ગુનેગાર છે. આ પહેલાં તે મુંબઈના આંબોલી પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૧૭માં ડ્રગ્સની હેરફેર માટે પકડાયો હતો. એ કેસમાં તેને જેલ પણ થઈ હતી અને એ પાંચ વર્ષ જેલમાં રહીને આવ્યો છે.


ભોપાલની નજીક આવેલી બગરોદા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટટેની એ ચોક્કસ ફૅક્ટરી પર રેઇડ પાડવામાં આવી ત્યારે ત્યાં મેફેડ્રોન બની રહ્યું હતું. એ સર્ચ-ઑપરેશનમાં કુલ ૯૦૭ કિલો મેફેડ્રોન સૉલિડ અને લિક્વિડ ફૉર્મમાં મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ મેફેડ્રોનની કિંમત ૧૮૧૪.૧૮ કરોડ રૂપિયા થાય છે. એ ઉપરાંત મેફેડ્રોન બનાવવાનું ૫૦૦૦ ​કિલો રૉ મટીરિયલ, મશીનરી સહિત બધું જ સીઝ કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 08:38 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK