ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ની ઑફિસ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગનાઈઝેશને પહેલાથી આના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને આ `કૉકટેલ ડ્રગ્સ` પર પ્રતિબંધની જાહેરાત એક મહિનાની અંદર થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
બજારમાં મળતી `કૉકટેલ દવાઓ` પર ટૂંક સમયમાં જ બૅન લાગી શકે છે. સરકારે આ માટે ડ્ર કન્ટ્રોલરને એક્શન લેવા માટે કહી દીધું છે. આ જ કારણે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ની ઑફિસ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગનાઈઝેશને પહેલાથી આના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને આ `કૉકટેલ ડ્રગ્સ` પર પ્રતિબંધની જાહેરાત એક મહિનાની અંદર થઈ શકે છે.
ફિક્સ્ડ-ડૉઝ કૉમ્બિનેશન (FDCs) એવી દવાઓ છે જે એકથી વધારે દવાઓને મિક્સ કરીને બનાવવામાં આવે છે, આને કૉકટેલ દવા કહેવામાં આવે છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ને કૉકટેલ દવાઓના લિસ્ટ પર કાર્યવાહી કરવા માટે કહ્યું છે. DCGIએ 19 એફડીસીનું એક લિસ્ટ બનાવ્યું છે, આ દવાઓમાં નકામી દવાઓના કૉમ્બિનેશન કહેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
2016માં 350 કૉકટેલ દવાઓ પર મૂકાયો હતો બૅન
યૂનિવર્સિટી કૉલેજ ઑફ મેડિકલ સાયન્સિસના મનોચિકિત્સા વિભાગના પ્રૉફેસર ડૉ. ભાટિયાની અધ્યક્ષતામાં બનાવેલી વિશેષજ્ઞોની સમિતિ દ્વારા સૂચીની સમીક્ષા કરવામાં આવી ચૂકી છે. આ તપાસ એટલા માટે પણ કરવામાં આવી રહી છે કે આને ખાવાથી લોકોમાં દવાઓ પર નિર્ભર રહેવાની આદત બની શકે છે. 2016માં, મંત્રાલયે લગભગ 350 કૉકટેલ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી 2700થી વધારે બ્રાન્ડેન્ડ દવાઓ પ્રભાવિત થઈ હતી.
આ પણ વાંચો : Rahul Gandhiની વધી મુશ્કેલી, સૂરત સેશન્સ કૉર્ટે ફગાવી અરજી, 2 વર્ષની સજા યથાવત્
કોડીન આધારિત દવાઓના ખાત્મા પર ફોકસ
કેન્દ્ર સરકાર કૉકટેલ દવાઓ સિવાય બજારમાંથી કોડીન આધારિત દવાઓને ખતમ કરવા પર ધ્યાન આપી રહી છે, કારણકે અનેક સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ દવા તરીકે નહીં પણ નશાયુક્ત પદાર્થો તરીકે વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. મંત્રાલયે હાલ FDC પર ઝડપથી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. એવી શક્યતા છે કે FDC પર પ્રતિબંધની જાહેરાત એક મહિનાની અંદર કરવામાં આવી શકે છે.