રેકૉર્ડ્સ અનુસાર ૧૯૭૭થી અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિએ ૨૫ જુલાઈએ જ શપથ ગ્રહણ કર્યા હતા
દ્રૌપદી મુર્મુ
દ્રૌપદી મુર્મુ ૧૯૭૭થી ૨૫ જુલાઈએ શપથ ગ્રહણ કરનારાં સળંગ ૧૦મા રાષ્ટ્રપતિ બનશે. રેકૉર્ડ્સ અનુસાર ૧૯૭૭થી અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિએ ૨૫ જુલાઈએ જ શપથ ગ્રહણ કર્યા હતા.
ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ શપથ ગ્રહણ કર્યા હતા. ૧૯૫૨માં તેઓ રાષ્ટ્રપતિની પ્રથમ ચૂંટણી જીત્યા હતા. તેઓ મે ૧૯૬૨ સુધી આ પદ પર હતા.
ADVERTISEMENT
સર્વપલ્લી રાધાક્રિષ્નને ૧૯૬૨ની ૧૩ મેએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ૧૯૬૭ની ૧૩ મે સુધી આ પદ પર રહ્યા હતા. ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ ૧૯૭૭ની ૨૫ જુલાઈએ શપથ ગ્રહણ કર્યા હતા.
એ પછીથી જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કેઆર નારાયણન, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખરજી અને રામનાથ કોવિંદે ૨૫ જુલાઈએ જ શપથ ગ્રહણ કર્યાં હતાં.