ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિર પર ગઈ કાલે સવારે ચાર વાગ્યે ડ્રોન ઊડતું દેખાતાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ મંદિરની આસપાસનો પરિસર નો ફ્લાય ઝોનમાં આવે છે
ડ્રોન ઊડતું જોઈ શકાય છે
ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિર પર ગઈ કાલે સવારે ચાર વાગ્યે ડ્રોન ઊડતું દેખાતાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ મંદિરની આસપાસનો પરિસર નો ફ્લાય ઝોનમાં આવે છે અને એમાં ૩૦ મિનિટ સુધી ડ્રોન ઊડતું દેખાતાં એ કોણે ઉડાવ્યું એની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
રિપોર્ટ મુજબ પુરીના જગન્નાથ મંદિર પરિસરમાં મંગલા અલતિ અનુષ્ઠાન દરમ્યાન શ્રીમંદિર પર ડ્રોન ઊડતું દેખાયું હતું. સૌથી પહેલાં ડ્રોને દોલમંડપ સાહી પરથી ઉડાન ભરી હતી અને એ મેઘનાદ પચેરી (દીવાલ) પર મંડરાયું હતું. ત્યાર બાદ આ ડ્રોન ૧૦૦ ફુટની ઊંચાઈ સુધી ઉપર ગયું અને શ્રીમંદિરના નીલચક્ર અને દધિનૌતી પર સંદિગ્ધ રીતે ચકરાવા મારતું હતું. સિક્યૉરિટી સ્ટાફે ડ્રોન જોતાં પોલીસને સૂચના આપી હતી.
ADVERTISEMENT
સવાલ એ પેદા થયો છે કે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ રીતે ડ્રોન કોણે ઉડાવ્યું હશે. ગયા વર્ષે એક યુટ્યુબરે મંદિર પરિસરમાં ડ્રોન ઉડાવ્યું હતું અને તસવીરો પણ લીધી હતી. જોકે પછી તેણે માફી માગી લીધી હતી. ૨૦૨૩માં પણ આવી એક ઘટના બની હતી.
આજકાલ માત્ર વિડિયો ઉતારવા નહીં પણ હુમલો કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુપ્ત જાણકારી મેળવવામાં એ મદદગાર સાબિત થઈ રહ્યું છે અને ગુનાખોરી વિશ્વમાં એનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથ મંદિરની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.