1 ઓક્ટોબરથી બદલાઈ જશે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ
સરકાર ગાડી અને ડ્રાઈવરની ઓળખ સહેલાઈથી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ કડીમાં સોમવારે માર્ગ પરિવહન તેમ જ રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ સંસદમાં એક સરખા ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના નવા નિયમ અંગે માહિતી આપી. આ નવો નિયમ 1 ઓક્ટોબર 2019થી આખા દેશમાં લાગુ થશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે નવું ડ્રાઈવિંગ લાઈસન્સ ચીપ વાાળું લોમિલેટેડ કે પછી સ્માર્ટ કાર્ડ તરીકે જાહેર કરવામાં આવશે. આ સ્માર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સમાં માઈક્રોચિપ અને ક્યૂઆર કોડ હશે. જેમાં તમારા ટ્રાવેલિંગ નિયમોના ઉલ્લંઘન સંબધિત તમામ માહિતી હશે. આ માટેનું નોટિફિકેસન 1 માર્ચ 2019ના રોજ જાહેર કરી દેવાયું છે.
ADVERTISEMENT
તમામ માટે જ રહેશે એક ફોર્મેટ
જે નોટિફિકેશન જાહેર કરાયું છે, તેના પ્રમાણે 1 ઓક્ટોબર 2019થી આખા દેશમાં એક જ ફોર્મેટમાં ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી જાહેર કરવામાં આવશે. જેમાં સામેની તરફ ચીપ અને પાછળની તરફ ક્યૂઆર કોડ હશે. આ ચિપ અને બારકોડમાં લાઈસન્સ રાખનાર અને ગાડીની આખી માહિતી હશે. ક્યૂરઆર કોડથી કેન્દ્રીય ઓનલાઈન ડેટાબેઝથી ડ્રાઈવર અને વાહન વિશેનો આખે રેકોર્ડ એક જ ડિવાઈસમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ડ્રાઈવિંગ લાઈન્સ અને આરસીનો રંગ પણ સરખો જ હશે.