મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવ (LPG Cylinder)માં વધારો થતાં વપરાશકર્તાઓનું બજેટ ખોરવાઈ શકે છે. જાણો મુંબઈવાસીઓ તમારે હવે ગેસ સિલિન્ડર માટે કેટલા ચૂકવવા પડશે....
LPG Price
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
માર્ચ માસ (March Month)ના પહેલા દિવસે જ સામાન્ય પ્રજાને મોંઘવારીનો માર પડ્યો છે. મહિનાના શરૂઆતમાં જ ઘરેલુ એલપીજી સિલિન્ડર (LPG Cylinder Price)ના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ 1103 રૂપિયા થઈ ગયો છે. હોળીના તહેવાર પહેલા નાગરિકોને ભાવવધારાથી ઝટકો લાગ્યો છે. આ સાથે જ અચાનક ભાવવધારોથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ શકે છે.
સમાચાર એજન્સી ANI અનુસાર 14.2 કિલોગ્રામ વાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે, 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો ઉમેરો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોવાળા ગેસ સિલિન્ડરની કિંમત હવે 2119.50 રૂપિયા થઈ ગઈ છે. ગેસ સિલિન્ડરના નવા ભાવ આજથી જ અમલમાં મુકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં આખરે ૧થી ૮ ધોરણ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત
મુંબઈ (Mumbai LPG Price) ની વાત કરીએ તો પહેલા ગેસ સિલિન્ડર 1052.50માં ઉપલબ્ધ થતો હતો, ભાવ વધારા બાદ એ ગેસ સિલિન્ડ માટે ગ્રાહકને 1102.5 રૂપિયા ચૂકવવા પડશે. કમર્શિયલ સિલિન્ડરનો ભાવ વઘતાં તેની કિંમત પણ વધારે ચૂકવવી પડશે. આર્થિક રાજધાની મુંબઈમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ પહેલા 1721 રૂ. હતો જે વધીને આજથી 2000 સુધી પહોંચ્યો છે. કમર્શિયલ ગેસ માટે તમારે 2071.5 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.