ઘરે આવ્યા બાદ તેને માથામાં દુખાવો ઊપડતાં પરિવારજનો તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સર્જિકલ-નીડલ માથામાં હોવાનું જાણવા મળતાં તેને દૂર કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના હાપુડમાં ડૉક્ટરની બેદરકારીનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં યુવતીના માથામાં ટાંકા લીધા બાદ ડૉક્ટર એમાંથી સર્જિકલ-નીડલ બહાર કાઢવાનું ભૂલી ગયો હતો. યુવતીને માથામાં જોરદાર દુખાવો ઊપડતાં તેને સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે માથામાં સર્જિકલ-નીડલ હોવાનું જણાયું હતું અને તેને દૂર કરવામાં આવી હતી.
સિતારા નામની ૧૮ વર્ષની યુવતીને માથામાં ઈજા થતાં તે સરકારી હૉસ્પિટલમાં ગઈ હતી જ્યાં તેના માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા. ડૉક્ટર અને સ્ટાફે આ પ્રોસીજર કરીને પાટો બાંધીને તેને ઘરે મોકલી દીધી હતી. જોકે ઘરે આવ્યા બાદ તેને માથામાં દુખાવો ઊપડતાં પરિવારજનો તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સર્જિકલ-નીડલ માથામાં હોવાનું જાણવા મળતાં તેને દૂર કરવામાં આવી હતી.