Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Noida Barમાં રામાયણના સંવાદો વાગ્યા, દારૂના નશામાં ધૂત લોકોએ કર્યો ડાન્સ, કેસ દાખલ    

Noida Barમાં રામાયણના સંવાદો વાગ્યા, દારૂના નશામાં ધૂત લોકોએ કર્યો ડાન્સ, કેસ દાખલ    

Published : 11 April, 2023 12:15 PM | Modified : 11 April, 2023 12:43 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નોએડા(Noida)ના ગાર્ડન ગેલેરિયા બાર(Garden Gallaria Bar)માં રામાયણનો રામ અને રાવણનો યુદ્ધ સંવાદ ડબ (Ramayan Dialogue in Bar) કરીને મોટા પડદા પર વગાડવામાં આવ્યો હતો. આના પર નશામાં ધૂત લોકો જોરદાર ડાન્સ કરતા ક્લબ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ટ્વિટર વીડિયોમાંથી સ્ક્રિનશૉટ

ટ્વિટર વીડિયોમાંથી સ્ક્રિનશૉટ


દિલ્હી(Delhi)ના નોએડામાં બારમાં એક આપત્તિજનક ઘટના સામે આવી છે.  નોએડા(Noida)ના ગાર્ડન ગેલેરિયા બાર(Garden Gallaria Bar)માં રામાયણનો રામ અને રાવણનો યુદ્ધ સંવાદ ડબ (Ramayan Dialogue in Bar) કરીને મોટા પડદા પર વગાડવામાં આવ્યો હતો. આના પર નશામાં ધૂત લોકો જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ કાર્યવાહીની માંગ કરી, ત્યારબાદ નોએડા પોલીસે કેસ નોંધ્યો છે. નોએડાના ગાર્ડન ગેલેરિયાના લોર્ડ ઓફ ડ્રિંક્સ બારમાં રામ રાવણ યુદ્ધ સંવાદ ડબ કરવામાં આવ્યો હતો અને વગાડવામાં આવ્યો હતો. જેના પર હિન્દુ સંગઠનો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે. બારમાં દારૂની ચાલતી મહેફિલ વચ્ચે બતાવવામાં આવેલા રામ રાવણ યુદ્ધના સંવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ વાંધો નોંધાવતા પોલીસ સ્ટેશન સેક્ટર-39માં ક્લબ મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો છે. તેમજ ક્લબનું લાઇસન્સ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. એડીસીપી શક્તિ અવસ્થીએ જણાવ્યું કે આ મામલામાં ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.




લોકો દારૂના નશામાં ડાન્સ કરતા જોવા મળ્યા 


વાસ્તવમાં, આ સમગ્ર મામલો નોએડાના સેક્ટર-38 સ્થિત ગાર્ડન ગેલેરિયા(Garden Gallaria)માં આવેલી ક્લબ લોર્ડ ઓફ ડ્રિંક્સ સાથે સંબંધિત છે. અહીં રામ રાવણના ડાયલોગ ડબ કરીને બારમાં સ્ક્રીન પર વગાડવામાં આવી રહ્યો હતો. આ ડાયલોગમાં લોકો દારૂના નશામાં ડાન્સ કરતા જોવા મળે છે. આ પછી, એક સંગઠન વતી પોલીસ સ્ટેશન સેક્ટર-39માં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: અરે બાપ રે! સલમાન ખાનને ફરી જાનથી મારવાની ધમકી, આ વખતે કૉલરે તારીખ પણ આપી

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ લોકો ખૂબ જ ગુસ્સામાં છે. ગાર્ડન ગેલેરિયામાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકો ડ્રિંક્સ લોર્ડ પર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે ગાર્ડન ગેલેરિયા મોલમાં દરરોજ સેંકડો યુવક-યુવતીઓ નાઈટ ક્લબમાં મનોરંજન માટે આવે છે. અહીં મોટી માત્રામાં દારૂ પણ પીવામાં આવે છે. મોલમાં લગભગ 40 ક્લબ છે.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 12:43 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK