Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધર્માંતરણ વિરુદ્ધ બાગેશ્વર બાબાની મોટી જાહેરાત: હિંદુ ધર્મ પર લખશે પુસ્તક

ધર્માંતરણ વિરુદ્ધ બાગેશ્વર બાબાની મોટી જાહેરાત: હિંદુ ધર્મ પર લખશે પુસ્તક

Published : 09 June, 2023 02:31 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)એ હિન્દુ ધર્મ પર પુસ્તક લખવાની જાહેરાત (Dhirendra Krishna Shastri To Write Book) કરી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)એ હિન્દુ ધર્મ પર પુસ્તક લખવાની જાહેરાત (Dhirendra Krishna Shastri To Write Book) કરી છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેઓ સનાતન સંબંધિત દરેક બાબત પર સ્પષ્ટપણે પોતાની વાત રાખે છે, તેઓ લવ જેહાદ અને ધર્મ પરિવર્તન વિશે પણ અવાજ ઉઠાવે છે. તે વારંવાર તેના વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે. મધ્યપ્રદેશના મંદસૌર પહોંચેલા બાબા બાગેશ્વરે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી અને કહ્યું કે તેઓ હિન્દુ ધર્મ પર પુસ્તક લખશે. આ સાથે બાગેશ્વર બાબાએ એમ પણ કહ્યું કે તેમના પુસ્તકનું શાળા-કૉલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.


ધીરેન્દ્ર શાસ્ત્રીની મોટી જાહેરાત



ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)એ કહ્યું કે, “હું સનાતન ધર્મ પર પુસ્તક લખવાનું વિચારી રહ્યો છું. આ માટે, હું ટૂંક સમયમાં મારા રોજિંદા કામમાંથી રજા લઈશ અને આ પુસ્તક તૈયાર કરવા માટે એકાંતમાં બેસીશ. બાગેશ્વર બાબાએ જણાવ્યું હતું કે આ પુસ્તકોનું શાળા-કૉલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પુસ્તક વાંચીને લોકો જાણી શકશે કે હિન્દુ ધર્મ શું છે.”


`ધ કેરળ સ્ટોરી` નો ઉલ્લેખ કર્યો

તેમણે કહ્યું કે, વારંવાર હિન્દુ ધર્મ પર સવાલ ઊભો કરવામાં આવે છે. હાલમાં જ ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં પણ આ વાત ચર્ચામાં આવી હતી, એટલે જ હવે તે લોકોને એ જણાવવા માટે પુસ્તક લખશે કે હિંદુ ધર્મ શું છે? એ નોંધવું રહ્યું કે બાગેશ્વર બાબાએ પણ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત પહેલેથી જ એક હિંદુ રાષ્ટ્ર છે, તેને માત્ર જાહેર કરવું પડશે.


ગિરિરાજ સિંહનું મોટું નિવેદન

તે જ સમયે છત્તીસગઢના જગદલપુર કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પણ પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર આવશે તો ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનાવવામાં આવશે.

આ પણ વાંચો: Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય વધુ ખતરનાક, જાણો કયા રાજ્યોમાં જોવા મળશે અસર

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, બિહાર (Bihar)માં બાગેશ્વર બાબા દ્વારા `પાગલ` શબ્દના ઉપયોગને લઈને હંગામો થયો હતો. તે જ સમયે, હવે તેમનું વધુ એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) આ દિવસોમાં ગુજરાતના (Bageshwar Baba Gujarat visit)પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સુરતમાં હિન્દુ રાષ્ટ્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. સાથે જ ગુજરાતની જનતાને ગાંડા કહીને સંબોધિત કર્યા. પરંતુ ઘણા દિવસો વીતી જવા છતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન પર સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2023 02:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK